નવસારી: ગુજરાત વિધાનસભાની ચુંટણી (Gujarat Assembly Election) માં ભાજપ (BJP) નાં ભવ્ય વિજય (Win) ની ચારે તરફ ચર્ચા થઇ રહી છે. દેશની સાથે સાથે વિદેશોમાં પણ આ જીતની ચર્ચા થઇ. ભાજપની ભવ્ય જીતનો શ્રેય લોકો નરેન્દ્ર મોદીને આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ અનેક પ્રકારનાં મોદીના વખાણ કરતા મેસેજો વાયરલ થઇ રહ્યા છે. ત્યારે હવે નવસારીમાં એક અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા. નવસારી (Navsari) ના ગણદેવી (Gandevi)માં મંદિરમાં નરેન્દ્ર મોદીના ભજન ગાવામાં આવ્યા હતા. જેનો વિડીયો વાયરલ (Video Viral)થયો છે. આ વિડીયોમાં ભજન ગાનારા લોકો નરેન્દ્ર મોદીને ગુજરાતનો રાજા ગણાવી રહ્યા છે.
પી.એમ મોદીના ભજનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
નવસારીનાં ગણદેવી તાલુકાના માછિયાવાસણ ગામે ગ્રામજનોએ રાધાકૃષ્ણ મંદિરમાં આનંદભેર મોદીના નામનાં ભજન ગાયા હતાં. જેનો વિડીયો વાયરલ થયો છે. ગ્રામજનોની સાથે સાથે ગામમાં આવેલા NRI પણ આ ભજન-કીર્તનમાં જોડાયા હતા. કીર્તન ગંગા મૈયા થીમ પર બનાવવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યશગાથાની કહાની ભજન-કીર્તનના રૂપમાં ગાવામાં આવી હતી. ગામના લોકો મંદિરમાં ભેગા થયા હતા. જે પૈકી બે લોકો મંદિરમાં વચ્ચે ઉભા રહીને ભજન ગઈ રહ્યા છે. જ્યારે ગામના અન્ય મહિલાઓ અને પુરુષો ઢોલક અને ખંજરી વગાડી નરેન્દ્ર મોદી નામના કીર્તન ઉત્સવ આનંદ લેતા જોવા મળ્યા હતા.
NRI પણ મોદીના ભજનમાં જોડાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા માત્ર ગુજરાત કે દેશ પુરતી સીમિત નથી. દેશ વિદેશોમાં પી.એમ મોદીની લોક પ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ગણદેવીનાં મંદિરમાં યોજાયેલા આ ભજપ કીર્તનમાં NRI લોકો પણ જોડાયા હતા. તેઓએ પણ હાથમાં મંજીરા લઈને મોદીના ભજન ગાવાની મોજ માણી હતી.
ગુજરાતમાં ભાજપનો પ્રચંડ વિજય
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં 182 બેઠકમાંથી 156 બેઠક પર ભાજપે વિજય લહેરાવ્યો હતો. દક્ષિણ ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે. જેમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. નવસારીની 4 બેઠકમાંથી 3 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો હતો. જ્યારે માત્ર એક બેઠક પર કોંગ્રેસ જીત મેળવવામાં સફળ થઈ હતી. ભાજપનાં ગઢ ગણાતા આ વિસ્તારમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા એ હદે વધી છે કે લોકો હવે ધાર્મિક મંદિરોમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં કીર્તનો ગાતાં થઈ ગયાં છે.