SURAT

GST વિભાગે 9 કરોડની વસૂલાત કાઢતા ભાગાતળાવનો ઈમિટેશન જ્વેલરીનો વેપારી બેભાન થઈ ગયો

સુરત: (Surat) કોરોનાની (Corona) ત્રીજી લહેર (Third Wave) વચ્ચે સ્ટેટ જીએસટી (State GST) વિભાગે નાણાકીય (Financial Year) વર્ષનો લક્ષ્યાંક સિદ્ધ કરવા દરોડા (Raid) પાડવાનું અભિયાનચાલુ રાખ્યુ છે. છેલ્લા 4 દિવસથી સ્ટેટ જીએસટી વિભાગની સુરત, અમદાવાદની ટીમે ભાગાતળાવ ખાતે ઇમિટેશન જવેલરી (Imitation Jewelry) અને કોસ્મેટિકનો (Cosmetics) વેપાર ધરાવનાર એન.આર. ગ્રુપના શોરૂમમાં સર્ચ (Search) કાર્યવાહી કરી તપાસ કરી હતી. સર્ચ કાર્યવાહી દરમિયાન કંપનીના એક માલિકની તબિયત બગડતા તેને હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યો હતો.

જોકે બે દિવસની સારવારમાં વેપારી સાજો થઈ જતા ફરી પૂછપરછ કરવામાં આવી હતી. એન.આર.ગ્રૂપ ગ્રુપ (N.R. Group) દ્વારા મોટા પાયે માલનું વેચાણ રોકડમાં કરવામાં આવતું હોવાની બાતમીને આધારે સર્ચ કરાયું હતું. જેમાં 2017થી2021 સુધીના નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવી છે. જીએસટી વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ અને સુરતની ટીમે દરોડા પાડીને રૂપિયા 100 કરોડથી વધુના નાણાકીય વ્યવહાર ચકાસ્યા હતાં.

જેમાં પ્રાથમિક તબક્કે રૂપિયા 9 કરોડની ડિમાન્ડ નોટ્સ (Demand Notice) તૈયાર કરવામાં આવી છે. કોસ્મેટિક અને ઇમિટેશન જવેલરીની જુદી જુદી પ્રોડક્ટ પર 5,12,અને 18 ટકા જીએસટી દર લાગુ પડે છે. માલના વેચાણ અને સ્ટોક સામે ટેક્સની રકમ રિટર્નમાં ઓછી જણાતા ગડબડીનો આંક વધી શકે છે. એવી શક્યતા વિભાગે વ્યક્ત કરી છે. જીએસટી વિભાગે સર્ચ કાર્યવાહી દરમિયાન સંવેદનશીલ વિસ્તારને જોતા પોલીસ બંદોબસ્ત હેઠળ આ કાર્યવાહી કરી હતી.

વર્ષ 2017માં જીએસટીનો કાયદો લાગુ થયા બાદ મોટાભાગના વ્યવહાર જાણે કોઈ ટેક્સ ભરપાઈની સિસ્ટમ ન હોય એ રીતે રોકડમાં કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં ચોપડે નોંધવામાં પણ આવ્યા હતાં. અધિકારીઓને પણ આ વેપાર સિસ્ટમથી આશ્ચર્ય થયું હતું. તેમણે આ ફર્મના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ ખખડાવ્યા હતા. કારણકે વેપારીઓ બહુ શિક્ષિત ન હતાં. તેથી વેપારીને કાયદાની સમજ આપવાની જવાબદારી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે નિભાવવાની હોય છે, પરંતુ તેઓ પોતાની કામગીરીમાં ગાફેલ જણાયા હોય અધિકારીઓએ તેમને પણ જાહેરમાં ખખડાવ્યા હતા.

Most Popular

To Top