ભરૂચ: ભરૂચ (Bhaeuch) જિલ્લામાં મેઘરાજાની મહેરથી ( Heavy-Rain) ઠંડક પ્રસરી ગઈ હતી, જેમાં હાંસોટ(Hasot) તાલુકામાં અડધા દિવસે બે ઇંચ, ઝઘડિયામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ગુરુવારે જંબુસર (Jambusar) તાલુકાના કલક ગામે એક યુવાન પર વીજળી પડતાં (Lightning Strikes) તેનું કરુણ મોત (Death) નીપજ્યું હતું.ગુરુવારે સવારે ૬થી સાંજે ૬ વાગ્યાના ૧૨ કલાક દરમિયાન અંકલેશ્વરમાં ૧૫ મીમી, આમોદમાં ૩ મીમી, જંબુસરમાં ૪ મીમી, ઝઘડિયામાં ૩૯ મીમી, નેત્રંગમાં ૨૦ મીમી, ભરૂચમાં ૨૪ મીમી, વાગરામાં ૭ મીમી, વાલિયામાં ૧૫ મીમી અને સૌથી વધુ હાંસોટમાં ૫૪ મીમી વરસાદ ખાબક્યો હતો.
- કલક ગામે એક યુવાન પર વીજળી પડતાં તેનું કરુણ મોત
- ભરૂચ જિલ્લામાં મૌસમનો 100 ટકાથી વધુ ઉપર વરસાદ વરસી ચુક્યો છે
બાબુ રાઠોડ પર વીજળી તૂટી પડતાં ઘટના સ્થળે જ મોત
ગુરુવારે વહેલી સવારે જંબુસર તાલુકાના કલક ગામના ખેડૂત બાબુ સોમા રાઠોડ ખાડીમાં પાસે ખેતરમાં નિંદામણ કરવા ગયા હતા. ત્યાં બાબુ રાઠોડ પર વીજળી તૂટી પડતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં સરપંચ ઈન્દ્રવદન લીમ્બાચીયા સહિત ગ્રામજનોએ પહોંચી જંબુસર પોલીસને જાણ કરી હતી.ભરૂચ જિલ્લામાં મૌસમનો 100 ટકાથી વધુ ઉપર વરસાદ વરસી ચુક્યો છે. જોકે, છેલ્લા 14 દિવસથી મેઘરાજાના વિરામ વચ્ચે ગરમી અને ઉકળાટ ભર્યા વાતાવરણમાં લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા હતા ભાદરવો મહીનો રવિવારથી જ શરૂ થઈ જતા ખુલ્લા આકાશ વચ્ચે પહેલા દિવસે જ ગરમીનું પ્રમાણ જોવા મળ્યું હતું. ત્યારે આજે ફરી વરસાદ પડ્યો છે.
લોકોએ ગરમીથી રાહત મેળવી
અષાઢ મહિનામાં મેઘરાજા ભરૂચમાં મહેરબાન રહ્યા હતા એટલા શ્રાવણમાં મેઘમહેર વરસી ન હતી. જોકે, ભાદરવાના વરસાદની શકયતા વચ્ચે આજરોજ વહેલી સવારે જિલ્લામાં વાદળોની ફોઝ ઉતરી પડી હતી અને જોતજોતામાં વરસાદ ખાબક્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જેને પગલે લોકોએ ગરમી અને ઉકળાટ વચ્ચે રાહતનો શ્વાસ લીધો હતો.
જિલ્લામાંમાં 100 ટકાથી વધુ વરસાદ
જિલ્લામાં અત્યાર સુધી 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નેત્રંગ તાલુકામાં, અંકલેશ્વર,વાલિયા, વાગરા અને હાંસોટ તાલુકમાં નોંધાયો છે. જંબુસર અને ઝઘડિયા, આમોદ ભરૂચમાં ઓછો વરસાદ નોંધાયો છે.