SURAT

યુ-ટ્યુબના નુસ્ખા અપનાવનાર સાવધાન!, સુરતનો યુવક આ કારણે હોસ્પિટલ પહોંચ્યો

સુરત: યુ-ટ્યુબ (YouTube) ઉપર પોસ્ટ થતાં તમામ વિડિયોની માહિતી (Video) સાચી નથી હોતી એ પુરવાર કરતો બનાવ સુરતમાં બન્યો છે. કેળાં (Banana) સાથે કપૂર (Kapoor) ખાવાથી હરસ-મસા (piles) સારા થઈ જતા હોવાનો યુ-ટ્યુબ પર વિડીયો જોઈ નુસ્ખો અપનાવનાર સુરતનો યુવક હોસ્પિટલ (Hospital) પહોંચી ગયો હતો. મૂળ મહારાષ્ટ્રનો (Maharashtra) વતની અને પાંડેસરાનો રહેવાસી નુસ્ખો અપનાવ્યા બાદ ખુબ જ ગંભીર હાલતમાં પહોંચી ગયો હતો. હાલ સિવિલમાં તબીબોના ઓબ્ઝર્વેશન હેઠળ છે.

પીડીત યવકના ભાણેજ ચેતન સુનિલ માળીએ કહ્યું હતું કે ઘટના આજે સવારની હતી. મામા ચેતન ભગવાનભાઈ માળીના હાથ-પગ ઠંડા પડી ગયા હતા. તેમજ શ્વાસ રૂંધાતો હતો. આંખના ડોરા ઉપર ચઢી ગયા હતા. આખો પરિવાર ડરી ગયો હતો અને ભાગદોડ મચી ગઇ હતી. ત્યારબાદ બાઇક પર જ મામાને મિત્રો સાથે સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં ખબર પડી કે કેળાં સાથે કપૂર ખાતા આવું થયું છે. ડોક્ટરોએ હાલ સારવાર સાથે ઓબ્ઝર્વેશનમાં રાખવા પડશે એમ કહ્યું છે.

વધુમાં ઉમેર્યું હતું કે મારા મામા ચેતન માળી લેસપટ્ટીના કારખાનામાં કારીગર છે. માતા-પિતા, પત્ની અને એક બાળક સાથે રહે છે. તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની છે. લાંબા સમયથી હરસ-મસાની બીમારીથી પીડિત હતા. જેથી કેટલાક સમયથી યુ-ટ્યુબ પર વીડિયો જોઈ બીમારીનો ઈલાજ શોધી રહ્યા હતા. કેળા સાથે કપૂર ખાવાથી હરસ-મસા સારા થઈ જાય એવો વિડીયો જોઈ નુસ્ખો અપનાવતા હોસ્પિટલ પહોંચી ગયા છે.

ડો. તેજસ ચૌહાણ (મેડિકલ ઓફિસર) એ જણાવ્યું હતું કે આવા વિડીયો જોઈ કોઈએ પણ નુસ્ખા અપનાવવા ન જોઈએ, કોઈ પણ પ્રકારની આડ અસર થઈ શકે છે. કેળા સાથે કપુર ખાવાથી માથાનો દુખાવો, ઉલ્ટી, ઝાડા, પેટમાં દુખાવો થઈ શકે છે. અને કયારેક એ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. યુ-ટ્યુબ પર મુકાયેલા બીમારીના વિડીયો જોયા બાદ પણ ડોક્ટરોના અભિપ્રાય વગર એનો અમલ કરવો જોઈએ નહી.

25 વર્ષની ઉંમર ધરાવતા યુવકને હાર્ટ એટેક આવતા સિવિલ લવાયો હતો
માત્ર 25 વર્ષની ઉંમર ધરાવતા એક યુવકને છાતીમાં દુ:ખાવો ઉપડતા તેને નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ યુવકનો જીવ બચાવવા માટે સતત 30 મિનીટ સુધી મહેનત કરી હતી, પરંતુ સફળતા મળી નહોતી. સિવિલના તબીબો દ્વારા દર્દીને અપાતી સારવારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Most Popular

To Top