Comments

ભારતનાં કાશ્મીરીકરણ અને ગુજરાતીકરણથી સાવધાન!

વિદ્વાન પ્રતાપ ભાનુ મહેતાએ આપણને ભારતના કાશ્મીરીકરણથી સાવધાન રહેવાની ચેતવણી આપી છે. તેમનો કહેવાનો મતલબ એ છે કે થોડા વૈયકિતક હક સાથે ભારત કાશ્મીરમાં જે પોલીસ રાજ ચલાવે છે તેનું ભારતમાં વિસ્તરણ થવાનું છે. આપણે છેલ્લા થોડા સમયના બનાવો જોઇશું તો એવું લાગે છે કે તેઓ સાચા છે. સરકાર કાશ્મીરના નાગરિકોને સામુહિક રીતે શિક્ષા કરવા માંગતું હોવાથી કાશ્મીર થોડા થોડા વખતે ઇન્ટરનેટથી કપાઇ જાય છે. કાશ્મીરીઓને સમગ્ર ૨૦૨૦ ના વર્ષમાં ઇન્ટરનેટની સેવા નહીં મળી શકતાં ઓનલાઇન ભણતર કે ટેલી મેડિસીન પણ શકય નહીં બન્યાં.

કાશ્મીરમાં ૨૦૦૧ માં હિંસા સર્વોચ્ચ સ્તરે હતી અને ત્યારે મોબાઇલ ટેલીફોન રાજયમાં નહતાં – ઇન્ટરનેટની વાત જવા દો, પણ ભારત સરકાર કાશ્મીરમાં તર્કથી કામ નથી કરતી. સિંધુ અને ટિકરીમાં મુકામ કરાયેલા ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશવાની મનાઇ હતી પણ તેમના ઇન્ટરનેટ કપાઇ ગયાં હતાં. કેમ? ખબર નથી અને કોઇએ કહ્યું પણ નથી. સરકાર તેમને સામુહિક રીતે સજા કરવા માંગતી હતી અને તેણે તે કરવાની સત્તા મેળવી લીધી છે અને કાશ્મીર પછી તેને લાગે છે કે તેને અન્યત્ર પણ આવું કરવાનો હક મળી ગયો છે. ૨૦૧૪ પછી ભારતને તેના નાગરિકો પર સૌથી વધુ ઇન્ટરનેટબંધ લાદનાર દેશનું બિરુદ મળી ગયું છે. આ કાશ્મીરીકરણ કહેવાય.

તે જ પ્રમાણે જે ગેરકાયદે પ્રવૃત્તિ (અટકાયત) ધારો – અને લોફુલ એકટીવિટીઝ (પ્રિવેન્શન) એકટ અંતિમવાદી પ્રવૃત્તિઓ કરનાર માટે અનામત રખાયો હતો તે હવે કવિઓ, પત્રકારો, શિક્ષણકારો વગેરે સહિતના વિરોધીઓ સામે દૂરથી વપરાવા માંડયો છે. ભારત ન્યાયતંત્ર જેવાં ક્ષેત્રોમાં પણ કાશ્મીરમાં સમતુલા જાળવવામાં નિષ્ફળ ગયું છે તેમજ દેશના બાકીના ભાગમાં પણ નિષ્ફળ ગયું છે. કાશ્મીરીકરણ સાથે ગુજરાતીકરણ પણ થઇ રહ્યું છે. સ્વાતંત્ર્યની લડતના ચાર નેતાઓમાંથી ત્રણ જિન્ના, પટેલ અને ગાંધી ગુજરાતી હતા. પટેલ ખેડૂત પાટીદાર કોમના હતા જિન્ના અને ગાંધી તો વેપારી કોમમાંથી આવતા હતા અને સમાધાન પર ભાર મૂકતા હતા. (ભારતીયોને જે વ્યંગ ચિત્ર શીખવવામાં આવતું હતું કે ભૂલી જાવ અને આપણને આ સાચું પડતું લાગશે.) પાકિસ્તાની પત્રકાર ખાલીદ અહમદે ગુજરાતીઓનાં આ પાસાં વિશે લખ્યું છે અને તેમના ઉદારમતને વેપારના મૂળમાં જોડયો છે.

સૂરત મોગલો અને બ્રિટીશરો માટે પશ્ચિમ મુખ્ય બંદર હતું અને તેની સંસ્કૃતિ ઉદારમતવાદી છે. ગ્રીક અને રોમનકાળથી વેપારનું કેન્દ્ર બનેલા ગુજરાતે વિશ્વ સાથેના તેના જોડાણથી લાભ મેળવ્યો છે અને ગુજરાતીએ વૈશ્વિક રીતે તેમની આ બુદ્ધિ અજમાવતા હોઇ શકે. આમ છતાં ગુજરાત ઘણી બધી રીતે અંતર્મુખી અને રૂઢિચુસ્ત છે. રાજધાની પર નિયંત્રણ થોડી કોમ પૂરતું મર્યાદિત છે અને તેમની સંસ્કૃતિ બીજાઓ પર લાદવામાં આવી રહી છે. ગાંધીજીની અહિંસા અને શાકાહારીપણું જૈન પ્રકૃતિ છે. તેમાં અન્ય કોઇ માટે અન્ય કોઇ કોમ કે આહાર પધ્ધતિને પણ છૂટ નથી અપાઇ અને તેમની આચારસંહિતા સર્વોચ્ચ મનાય છે.

આજે એ ફરજીયાતપણું આપણા સૌના પર આખા દેશમાં લાદવામાં આવી રહ્યું છે કારણ કે વડા પ્રધાન અને ગૃહ પ્રધાન બંને સાંસ્કૃતિક રીતે બંધિયાર છે અને એકાકી છે. આજના ગુજરાતીકરણ પામેલા ભારતમાં આપણે મૂડીમાં રાચીએ છીએ અને સંપત્તિની છાકમછોળ કરીએ છીએ. મહામારીમાં ૨૩ કરોડ ભારતીયો ગરીબીમાં સરકી ગયાં ત્યારે વિક્રમજનક સંખ્યામાં અબજપતિઓ ઉમેરાયાં હતાં. નવા ધનાઢય બનેલાં લોકો વિખ્યાત થયાં અને આનંદોલ્લાસનું કારણ બન્યા પણ ૨૩ કરોડ ભારતીયો ગરીબીમાં સરકી ગયાં તેની ભાગ્યે જ ખબર પડી. એ વાતની પણ લોકોને ભાગ્યે જ ખબર પડી કે આ અબજોપતિનું સર્જન ઇરાદાપૂર્વકનું છે.

૨૦૧૪ પછીના ભારતના આર્થિક સપાટા પાછળનો ઉદ્દેશ સંપત્તિવાનોને વધુ પૈસાદાર બનાવવાના ઉદ્દેશથી લગાવાયા હતા. નોટબંધી નાના વેપારીઓની કત્લેઆમ હતી અને ધંધાનો તેમનો ભાગ કોર્પોરેટ માંધાતાઓની હકૂમત હેઠળના ક્ષેત્રને આપી દેવામાં આવ્યો. ગૂડઝ એન્ડ સર્વિસ ટેકસની માયાજાળનો ઇરાદો નાના ઉત્પાદકો અને વેપારીઓને ધંધાની બહાર કરી દેવાનો હતો અને તેમાં સફળતા મળી છે. સરકાર આ પ્રક્રિયાને ગર્વપૂર્વક ‘વિધિસરનું સ્વરૂપ’ આપ્યું હોવાનું જાહેર કરે છે. ૨૦૧૭ માં સુરત અને અમદાવાદની શેરીઓમાં જીએસટી સામે વેપારીઓના વિરોધ સરઘસની નોંધ લેવાનું ફરી એક વાર આપણે ચૂકી ગયા. ખેડૂતોની જેમ આ વેપારીઓ પાસે લાંબી લડત આપવાનું મનોબળ કે તાકાત નહોતા. ખેડૂતોના વિરોધને વેપારીઓ સામેના બળવા તરીકે જોવો જોઇએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખેતી કાયદા ખેડૂતો માટેની હાલની પ્રથાને ઉથલાવી પાડી વેપારીઓની તરફેણમાં પ્રથા લાવવા માંગતા હતા. ખેડૂતોએ આ જોયું અને તેઓ લડત માટે ઊભા થઇ ગયા.

મૂડીવાદી તાકાતે રાજય પરના પોતાનાં નિયંત્રણથી ખેડૂતોને દબાવવાની કોશિશ કરી પણ ગુજરાતી જોડી જેનાથી પરિચિત નથી તે ખેડૂતોના અકકડ વલણે તેમને જવાબ આપી દીધો. ગાંધીના જકકી શાકાહારની જેમ વૈવિધ્ય માટેની ગુજરાતીઓની અસહિષ્ણુતાને કટ્ટર રાષ્ટ્રવાદ તરીકે જોવી જોઇએ જે કાશ્મીરમાં દેખાય છે. ભારત વિશે ગુજરાતીઓનો જે ખયાલ છે તેની હરોળમાં આ નથી. તે હિંદુ અને રૂઢિચુસ્ત છે અને તેને પરાશ્ય કરવો જ રહ્યો. (ગુજરાતની સરહદ પર જયારે મોટું બળ ઝળુંબે છે ત્યારે ગુજરાતી માનની રક્ષા કરવાને બદલે વ્યવહારુ બની જાય છે! કાશ્મીરીકરણ અને ગુજરાતીકરણ લાંબા ગાળાનાં વલણ છે અને તેને ઉખેડી કાઢવાનું મુશ્કેલ છે અને તેથી જ આપણા અર્થતંત્ર, લોકશાહી સમાજ અને રાષ્ટ્રત્વ પણ ૨૦૧૪ થી તેની અસર દેખાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top