Charchapatra

મફ્ત મેળવવાથી ચેતો

મળતી માહિતી પ્રમાણે ૧૨ – ૧૫ વર્ષ પહેલાં શ્રીલંકા બહુ સમૃદ્ધ અને વિકસિત ન હતું, પણ પ્રગતિશીલ રાષ્ટ્ર હતું. પછી એક રાષ્ટ્રપતિ આવ્યા મહિન્દા રાજપક્ષે.મફત વીજળી, મફત પાણી, મફત દવા, મફત રાશનની વ્યવસ્થા કરવામાં આવી. કોલંબો પોર્ટને બદલે ચીન પાસેથી લોન. પોતાના હોમ ટાઉન હમ્બનટોટામાં દેશનું સૌથી મોટું બંદર ચીની કંપની પાસેથી જ લીધું અને બનાવ્યું, જેમાં આજે કોઈ ટ્રાફિક નથી. ચીનના દેવા તળે દબાઈને અને મફતમાં તમામ પૈસા ખર્ચીને આજે સ્થિતિ એવી છે કે પેટ્રોલ પંપ પર સેના છે. આખા દેશમાં 3 થી 4 કલાક વીજળી આવે છે, મોંઘવારી સર્વોચ્ચ સ્તરે છે અને રાશન ખતમ થઈ ગયું, ભૂખમરાથી ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ બની રહી છે.મફત અને દેવાને કારણે બરબાદ થયેલું શ્રીલંકા પહેલું ઉદાહરણ નથી.મફતના સમર્થકો આજે સમજતા નથી. પરંતુ તેઓ સમજે ત્યાં સુધીમાં તેમનું જીવન અને દેશ ‘શ્રીલંકા’ બની જાય છે.

સાવચેત રહો. મફતની લાલચ આપી મત માંગનારા નેતાઓથી સાવચેત રહો. આ બિલકુલ ગંભીર અને વિચારણા માંગી લે એવી વાત છે. આપણા દેશની પ્રજાએ આ વાત સમજવા જેવી છે અને મફતની લાલચ આપતા નેતાઓથી ચેતીને ચાલવા જેવું છે અને નહીં તો શ્રીલંકા જેવી દશા થતાં વાર નહીં લાગે.  તેવી પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીજીની વાત ધ્યાનમાં લેવા જેવી છે. તેઓશ્રી કહેતા કે પ્રજાને શિક્ષણ, ન્યાય અને ઉપચાર સિવાય કંઈ પણ મફતમાં આપવું નહીં કારણકે મફતની નીતિ લોકોને કામચોર અને દેશને કમજોર બનાવે છે. વાજપેયીજીની આ વાત બહુ મહત્ત્વની છે.
સુરત     – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top