જાળીયામાં ક્રિકેટ પર સટ્ટો રમતાં પિતા-પુત્ર સહિત ત્રણ ઝડપાયા

નડિયાદ: મહેમદાવાદના જાળીયા ગામની સીમમાં એક ખેતરમાં બેસી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં કઠલાલના ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યાં હતાં. મહેમદાવાદ તાલુકાના જાળીયા ગામની સીમમાં આવેલ દિવેલાના વાવેતરવાળા એક ખેતરમાં ઈસ્માઈલભાઈ અને તેના સાગરીતો ઓસ્ટ્રેલિયા ક્રિકેટ કાઉન્ટીની એડીલેડ સ્ટ્રાઈકર અને બ્રિસબેન હિટ્સ વચ્ચે ચાલી રહેલી ટી-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે બુધવારના રોજ બપોરના સમયે બાતમી મુજબના ઠેકાણે દરોડો પાડી ઈસ્માઈલખાન રસુલખાન પઠાણ, ઈરફાનખાન ઈસ્માઈલખાન પઠાણ અને રફીકઅહેમદ હુસેનમીયાં ખોખર (ત્રણેય રહે. ઈન્દિરાનગરી, કઠલાલ) ની અટકાયત કરી તેમની પાસેથી ૬ મોબાઈલ જપ્ત કર્યાં હતાં. જે બાદ, પોલીસે પકડાયેલાં ઈસમોની પુછપરછ કરતાં, તેઓએ મોબાઈલ ફોન મારફતે ગ્રાહકો પાસેથી ચાલુ મેચ પર સટ્ટો લગાવતાં અને મેચ પૂર્ણ થયાં બાદ હારજીત થયેલ રોકડા રૂપિયાની લેવડ-દેવડ કરતાં હોવાની કબુલાત કરી હતી. પોલીસે ૬ નંગ મોબાઈલ ફોન કિંમત રૂ.૪૫૦૦, રોકડ તેમજ બે નંગ કેબલ કિંમત રૂ.૪૦૦ મળી કુલ રૂ.૬૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

મહીજમાં જુગાર રમતાં ત્રણ શખ્સો પકડાયાં

ખેડા તાલુકાના મહીજ તાબે ઢાટપુરા કેનાલના પુલ નજીક આવેલ ઓએનજીસી વેલની ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા થઈ જુગાર રમતાં હોવાની બાતમી ખેડા ટાઉન પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે બુધવારના રોજ સાંજના સમયે દરોડો પાડ્યો હતો. જેમાં એક ઈસમ પોલીસને ચકમો આપી ભાગી છુટ્યો હતો. જોકે, પોલીસે સ્થળ પરથી જુગાર રમતાં કમલેશ લાલજી વસાવા, વિનુ ભગુ તડવી અને ખોડા ચીમન ચૌહાણને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. તેમની પાસે કુલ રૂ.૭૩,૬૩૦ નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top