Charchapatra

જીવનને ટૂંકાવવા કરતા ટકાવવાનાં માર્ગે જવું

આજકાલ આત્મહત્યાના કિસ્સાઓ વધી ગયા છે.  આત્મહત્યા પાછળ બે પ્રમુખ કારણો જણાઈ રહ્યા છે. એક આર્થિક સમસ્યા અને બીજી સામાજિક સમસ્યા.  સામાજિક સમસ્યાઓમાં પણ લગ્ન બાહ્ય સંબંધો વધુ કારણભૂત હોય છે‌.  દિન પ્રતિદિન લોકોની સહનશક્તિ ઘટતી જાય છે. સ્ટ્રેસ અને ડિપ્રેશન એ આધુનિક જમાનાની દેન છે તો આત્મ હત્યાઓ એનું પરિણામ છે.  હમણાં એક કિસ્સામાં પત્નીના લગ્નબાહ્ય સંબંધને કારણે પતિએ પહેલા બે બાળકોની હત્યા કરી અને પછી પોતે આત્મહત્યા કરી લીધી.  સામૂહિક આત્મા હત્યાઓમાં બહુધા એક જ આત્મહત્યા હોય છે બાકીની બધી હત્યા હોય છે.  હવે સામૂહિક આત્મા હત્યાઓની ઘટના જોવા મળી રહી છે. 

લગ્નેતર સંબંધોને કારણે આત્મહત્યા કરવી એના કરતાં છૂટાછેડાનો વિકલ્પ વધુ બહેતર ગણાય. આજકાલ 10-12 વર્ષના યુવક યુવતીઓ પણ આત્મહત્યા કરી લે ત્યારે ભારે નવાઈ લાગે છે, જેમને હજુ જીવન એટલે શું એ પણ ખબર નથી એ પહેલા તેઓ જીવનને ગળે ટૂંપો આપી બેસતા હોય છે.  આત્મહત્યા કરવા માટે જેટલી હિંમત દાખવીએ છીએ કદાચ એટલી હિંમત સમસ્યાઓ સામે ઝૂઝવા માટે કે લડવા માટે  દાખવીએ તો કમ સે કમ જીવને  બચાવી શકાય. જીવનને ટૂંકાવવા કરતા જીવનને ટકાવવાનો માર્ગ જ બહેતર હોઈ શકે.
સુરત  – પ્રેમ સુમેસરા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top