Business

‘ગુજરાતમિત્ર’ને 160 મા મંગળ પ્રવેશે અનેક શુભેચ્છા

 ‘ગુજરાતમિત્ર’ના 160 મા સ્થાપના દિન વિશેષાંકના પહેલા પેઈજ પર તંત્રીસ્થાનેથી પ્રકટ થયેલા શબ્દો ‘ગુજરાતમિત્ર’ને 159 વર્ષથી વાચકો તરફથી મળતું પ્રોત્સાહન જ તેનું સૌથી મોટું પ્રેરકબળ! વાહવાહ આવા દરિયાદિલ શબ્દો જ ‘ગુજરાતમિત્ર’અખબારને બેહતરીનથી બેહતરીન બનાવે છે. મિત્ર અખબારનો સૌથી મોટો ખજાનો એની પ્રત્યેક વાચકો માટેની ભાઈચારાની શુભભાવના રહી છે. આ શહેરમાં અનેકતામાં એકતાનાં દર્શન કરાવવામાં ‘મિત્ર’અખબારે આજ દિન સુધી મહત્ત્વની ભૂમિકા અદા કરી છે. માત્ર મૈત્રી, મૈત્રી અને મૈત્રી થકી ‘મિત્ર’અખબારે ઘરેઘરે મૈત્રીધર્મનો શુભ સંદેશ પહોંચાડવાનું નેક કામ કર્યું છે. એના બ્લડમાં શત્રુનું નામોનિશાન નથી. અહીં અજાતશત્રુ ‘ગુજરાતમિત્ર’ના તંત્રી ‘શ્રી પ્રવીણકાંત રેશમવાળા’ની યાદ નિરંતર આવ્યા કરે છે. એમની માનવતા સાથે સજ્જનતાને કારણે એમની આસપાસ એવી મજબૂત ટીમ તૈયાર થઈ, જેના થકી ‘ગુજરાતમિત્ર’ અતિ સમૃદ્ધ બની શક્યું છે.

પાયાના પત્થર મુ.શ્રી‘ભગવતીકુમાર શર્મા’અને વડીલ ‘ચંદ્રકાંત પુરોહિત’સાહેબ મિત્ર અખબારના ડાબા- જમણા હાથ સમાન હતા. તેઓની મિત્ર પ્રત્યેની પ્રીતિ બેમિસાલ લાજવાબ હતી. એવા તો ઘણા બધા કટારલેખકો છે, જેઓ મિત્ર થકી ધન્ય બની ગયા છે. વાચકો સુધી તાજા અને સાચા સમાચાર પહોંચાડવાનું કામ ‘મિત્ર’અખબારે એનો પવિત્ર ધર્મ સમજીને આજદિન સુધી કર્યું છે. જમાનાની સાથે પ્રેક્ટીકલ બનીને દરેક ફિલ્ડમાં અગ્રેસર રહ્યું છે. 1984 થી ‘દક્ષિણ ગુજરાત ચર્ચાપત્રી સંઘ’અસ્તિત્વમાં આવ્યો ત્યારથી આજદિન સુધી દરેકે દરેક પ્રમુખ સાહેબે પ્રેમથી એકરાર કર્યો છે. ‘મિત્ર’ અખબારના સંપાદક તરફથી અમારી આ સંસ્થાને તન, મન, ધનથી સહયોગ મળતો રહ્યો છે. જે ક્યારેય ભુલાય એમ નથી.’દરેક કાર્યક્રમમાં ‘મિત્ર’અખબારની વિશેષ નોંધ લેવામાં આવે છે. આજે ‘મિત્ર’અખબારનો ચર્ચાપત્ર વિભાગ ‘ગુજરાતમિત્ર’અખબારની આન, બાન ને શાન છે. ચર્ચાપત્ર વિભાગની લોકપ્રિયતા મિત્ર અખબારને આધારે જ રહી છે. દરેક ક્ષેત્રના ચર્ચાપત્રીઓની એના ગુણવત્તાસભર ચર્ચાપત્રના આધારે એમાં અવશ્ય સ્થાન મળે છે. 160   મા વર્ષના પ્રવેશ ટાણે ‘મિત્ર’અખબારને યાદ, પ્યાર ને નમસ્કાર.
સુરત     – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top