Gujarat

૭૨ કલાકમાં ૭ કિલોથી વધુ હેરોઇન જપ્ત કરનાર ગુજરાત ATSની કામગીરી બેસ્ટ : હર્ષ સંઘવી

વિધાનસભામાં પ્રશ્નોત્તરી
ગુજરાત ATS દ્વારા તાજેતરમાં ૭૨ કલાકના જાનના જોખમે ઓપરેશન હાથ ધરીને સાત કિલોથી વધુ હેરોઇન જપ્ત કરીને સાતથી વધુ ઈરાનિયન નાગરિકોને પકડી પાડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. આ માટે ATSના સૌ પોલીસ અધિકારી-કર્મચારીઓને અભિનંદન પાઠવું છું. પોલીસની સારી કામગીરી હોય ત્યારે તેમને બિરદાવીને પ્રોત્સાહિત કરવા એ આપણા સૌની ફરજ છે, તેવું વિધાનસભામાં રાજ્યમાં દારૂની નવી પરમિટ/રીન્યુ કરવા અંગેના પ્રશ્નના જવાબમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. દારૂની નવી પરમિટ/રીન્યુ કરવા માટે અરજી ફીના બદલે પ્રોસેસ ફી રૂ. ૨,૦૦૦ અને મેડિકલ એક્ઝામિનેશન ફી રૂ. ૨,૦૦૦ નિયત કરવામાં આવી છે.

લાભપાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી અને તેની નોંધણી ૦૧ ઓક્ટો.થી ‘આઇ ખેડૂત પોર્ટલ’ ઉપર શરૂ કરાશે

ગાંધીનગર: ગુજરાતમાં આગામી લાભપાંચમથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે તેવું આજે વિધાનસભાના ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.રાઘવજી પટેલે વધુમાં કહ્યું હતું કે રાજ્યભરના ખેડૂતો પાસે ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે નોંધણીનો આગામી તારીખ ૦૧ ઓક્ટોબર ૨૦૨૧થી પ્રારંભ કરવામાં આવશે. ખેડૂતોએ આ માટે ‘આઇ ખેડૂત પોર્ટલ’ ઉપર ઓનલાઈન નોંધણી કરવાની રહેશે.

વર્ષ ૨૦૨૦-૨૧માં ગુજરાતમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. ૫,૨૭૫ અને વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ.૫,૫૫૦ના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૯-૨૦માં ૫,૦૦,૫૪૬ મેટ્રિક ટન અને વર્ષ ૨૦૨૦-૨૧માં ૨,૦૨,૫૯૧ મે. ટન એમ છેલ્લાં બે વર્ષમાં કુલ ૭,૦૩,૧૩૭ મેટ્રિક ટન ખરીદી કરવામાં આવી હતી.

પ્રાણઘાતક અકસ્માતો: અમદાવાદમાં સંસ્થા અને તેના માલિક સામે ૨૨૪, મહેસાણામાં ૧૬ કેસ નોંધાયા
ગાંધીનગર: પ્રાણઘાતક અકસ્માતોના કિસ્સામાં ગુજરાત બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસનિયમ ૨૦૦૩ હેઠળ અમદાવાદ શહેરમાં સંસ્થા તથા સંસ્થાના માલિક સામે ૨૨૪ કેસ તેમજ મહેસાણા જિલ્લામાં ૧૬ કેસ કરવામાં આવ્યા છે, તેવું વિધાનસભામાં મહેસાણા અને અમદાવાદ જિલ્લામાં બાંધકામ સાઇટ પર થતાં પ્રાણઘાતક અકસ્માત અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું. શ્રમયોગીઓને સહાય ચૂકવણી અંગે તેમણે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં ૧૯.૮૨ લાખ તેમજ અમદાવાદ શહેરમાં ૨ કરોડ ૮૫ લાખ જેટલી સહાય નિયમોનુસાર ચૂકવવામાં આવી છે.

Most Popular

To Top