બેંગલુરુ: બેંગલુરુ સ્થિત આરટી (RT) નગરના મનોરંજનપાલ્યમાં મોહન (Mohan) નામના એક બેઝનેસમેનના (Bussinessman) ઘરેથી 4.960 કિલોગ્રામ સોનું (Gold), 15.02 કિલોગ્રામ ચાંદી (Silver) અને 61.9 ગ્રામ અમૂલ્ય હીરા (Diamond) જપ્ત કરવામાં આવ્યા છે. કર્ણાટકમાં એન્ટી કરપ્શન બ્યૂરોએ બેંગલુરુમાં 9 બિઝનેસમેનના ઘરે દરોડા (Raid) પાડ્યા હતા.
મીડિયા અહેવાલ મુજબ, બેંગલુરુ સ્થિત આરટી નગરના મનોરંજનપાલ્યમાં મોહન નામના એક બિઝનેસમેનના ઘરમાંથી 4.960 કિલોગ્રામ સોનું, 15.02 કિલોગ્રામ ચાંદી, અને 61.9 ગ્રામ હીરા જપ્ત કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, 9 વચેટિયા અને એજન્ટોના ઠેકાણાં પર દરોડા પાડવાનું ચાલુ છે. જેના પર સરકારી કર્મચારીઓને ભ્રષ્ટ અથવા ગેરકાયદે રીતે પ્રભાવિત કરવાની અને તેમના અંગત લાભ માટે તેનો ઉપયોગ કરવાની આશંકા છે.
સુરતમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના ઉપર પોલીસની રેડ
સુરત : વરાછામાં સોસાયટીમાં દુકાનમાં સ્પા મસાજ શરૂ કરીને તેમાં યુવતીઓના દેહનો વેપાર કરવામાં આવતો હતો. વરાછા પોલીસે આ કુટણખાના ઉપર દરોડા પાડીને ત્યાંથી સ્પાની મહિલા સંચાલક ઉપરાંત 4 કસ્ટમર મળીને કુલ્લે 7ની ધરપકડ કરી હતી, જ્યારે ત્રણ યુવતીઓને દેહવ્યાપારમાંથી મુક્ત કરાવાઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વરાછાના મારૂતી ચોક પાસે ભરતનગર સોસાયટીમાં પ્લોટ નં-૧૧૭માં પહેલા માળે આવેલા અનમોલ સ્પામાં મસાજના નામે દેહવ્યાપાર થઇ રહ્યો હોવાનો મેસેજ પોલીસ કંટ્રોલમાં આવ્યો હતો. આ મેસેજના આધારે વરાછા પોલીસે મહિલા પોલીસ કર્મચારી સહિતની ટીમ બનાવીને અનમોલ સ્પામાં દરોડા પાડ્યા હતા. પોલીસે ત્યાંથી સ્પાની સંચાલક રતીકાંત હરીક્રિષ્ના જૈના તેમજ ભારતી રામચંદ્ર સ્વાઈને પકડી પાડ્યા હતા. પોલીસે સ્પામાં આવેલી કેબીનો તપાસ કરતા તેમાં મેહુલ હિમત ચુડાસમા, અશોક સોનીયા ખુટીયા, પિતાબાસ દધી બરડ અને કાના વિક્રમ પરીડા નામના યુવકો શરીરસુખ માણવા માટે આવ્યા હતા. પોલીસે આ ચારેય કસ્ટમરોની ધરપકડ કરીને ચાર લલનાઓને મુક્ત કરાવી હતી. આ તમામ લલનાઓ કડોદરા વિસ્તારમાંથી આવતી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બનાવ અંગે ગુનો નોંધીને તમામની ધરપકડ કરી હતી.