Business

સુરતના કારખાનામાંથી બંગાળી કારીગર લાખોના દાગીના લઈ ભાગી ગયો, CCTV સામે આવ્યા

સુરત(Surat): શહેરના ઉધના (Udhna) વિસ્તારના એક કારખાનામાં કામ કરતો બંગાળી કારીગર (BangaliWorker) શેઠના લાખો રૂપિયાના દાગીના (Jewelry) લઈને ભાગી ગયો હોવાની ઘટના બની છે. દાગીનાની ઘટ પડતા અને કારીગર નહીં દેખાતા જ્યારે સીસીટીવી (CCTV) ફૂટેજ ચેક કર્યા ત્યારે બંગાળી કારીગર ચોરી કરી ભાગી ગયો હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે કારખાનેદારે ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

  • ઉધનાના દાગીનાનગરની ઘટના: અઠવાડિયા પહેલાં કામ પર જોડાયેલો બંગાળી કારીગર કળા કરી ગયો
  • કારખાનામાં અન્ય લોકો કામ કરતા હતા ત્યારે કારીગર 3.43 લાખના દાગીના લઈ ભાગી ગયો
  • દાગીના ચોરી ભાગતો કારીગર સીસીટીવીમાં કેદ, પોલીસે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી

પ્રાપ્ત માહિતી અનુસાર ઉધનામાં બંગાળી કારીગર રૂપિયા 3.43 લાખના દાગીના લઈ ફરાર થઈ ગયો હોવાની વિગતો સપાટી પર આવી છે. અઠવાડિયા પહેલાં જ કામ પર લાગેલો કારીગર દાગીના લઈ ભાગી જતા કારખાનેદારને માથે હાથ દઈ રડવાનો વારો આવ્યો છે. અલગ અલગ વેપારીઓ દ્વારા રિપેરિંગ માટે આપવામાં આવેલા સોનાના દાગીના કારીગર ચોરી જતા કારખાનેદારને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ અનુસાર ઉધનામાં દાગીનાનગર ખાતે પ્રભુકુટિર એપાર્ટમેન્ટમાંથી લાખોની કિંમતના દાગીના લઈ એક ઈસમ ફરાર થઈ ગયો છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજની મદદથી ઉધના પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વેપારી પાસે કારીગરનું આધારકાર્ડ પણ હતું જેથી નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે.

ઉધના પોલીસે સોના-ચાંદીના દાગીનાનું રીપેરીંગ અને પોલીસિંગનું કામ કરતા હતાં. વેપારી સૈફુદ્દીન રુહલઆમીન શેખની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કારીગર સોમુસોમયા ઉર્ફે સોમુ દેબનાથની ધરપકડ કરવા ટીમ કલકત્તા મોકલવામાં આવી છે.

Most Popular

To Top