National

બંગાળમાં PM મોદીનો TMC પર પ્રહાર: કહ્યું- સંદેશખાલીના ગુનેગારોએ જેલમાં વિતાવવું પડશે જીવન

બંગાળના (Bengal) કૂચ બિહારમાં એક રેલીને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કહ્યું કે બંગાળમાં માતાઓ અને બહેનો પર થતા અત્યાચારને માત્ર ભાજપ (BJP) જ રોકી શકે છે. તેમણે કહ્યું કે બંગાળ સહિત સમગ્ર દેશે જોયું છે કે કેવી રીતે ટીએમસી સરકારે સંદેશખાલીના ગુનેગારોને બચાવવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી. પીએમ મોદીએ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ પર થયેલા અત્યાચારને લઈને મમતા સરકાર પર પ્રહારો કર્યા.

બંગાળના કૂચ બિહારમાં એક રેલીને સંબોધતા પીએમએ કહ્યું કે બંગાળમાં માતાઓ અને બહેનો પર થતા અત્યાચારને માત્ર ભાજપ જ રોકી શકે છે. પીએમએ વધુમાં કહ્યું કે સંદેશખાલીની મહિલાઓ સાથે જે થયું તે ટીએમસીના અત્યાચારની ચરમસીમા છે. આખા બંગાળ, આખા દેશે જોયું છે કે કેવી રીતે ટીએમસી સરકારે સંદેશખાલીના ગુનેગારોને બચાવવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી. હવે ભાજપે સંકલ્પ લીધો છે કે તે સંદેશખાલીના ગુનેગારોને સજા અપાવીને જ રહેશે. સંદેશખાલીના ગુનેગારોએ પોતાનું જીવન જેલમાં વિતાવવું પડશે.

આ દરમિયાન પીએમએ મમતા બેનર્જી પર પણ આકરા પ્રહારો કર્યા હતા. પીએમે કહ્યું કે હું મમતા દીદીનો આભાર માનવા માંગુ છું. કારણ કે જ્યારે હું 2019માં અહીં આવ્યો હતો ત્યારે તેમણે મારી રેલીમાં વિક્ષેપ પાડ્યો હતો. મેં તેમને કહ્યું હતું કે જનતા મારો બદલો લેશે પરંતુ આજે તેમણે એવું કંઈ કરવાનો પ્રયાસ કર્યો નહીં અને મને તમારા લોકો સાથે મુલાકાત કરવા દીધી. હું બંગાળ સરકારનો આભાર માનું છું કે આજે કોઈ મુશ્કેલી ન સર્જી.

ઉત્તર બંગાળના કૂચ બિહારના રાસમેલર મેદાન ખાતે એક સભાને સંબોધતા વડા પ્રધાને બંગાળીમાં કહ્યું કે આમી બોલી ભ્રષ્ટાચાર હટાઓ, ઓરા બોલે ભ્રષ્ટાચારી બચાવો (હું કહું છું ભ્રષ્ટાચાર દૂર કરો, તેઓ કહે છે ભ્રષ્ટાચારીઓને બચાવો). વડાપ્રધાને કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં જે વિકાસ થયો છે તે માત્ર ટ્રેલર છે. મારે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. ભારતના દરેક ક્ષેત્રમાં વિકાસ થયો હતો. તેનો લાભ દરેક પરિવાર સુધી પહોંચ્યો છે.

Most Popular

To Top