Columns

લીલા લસણના ફાયદા – ગેરફાયદા

લીલું લસણ આપણા ગુજરાતમાં વિવિધ શાકાહારી અને માંસાહારી વાનગીઓના ચાહકોમાં હોટફેવરિટ છે. લીલું લસણ માત્ર શિયાળામાં તાજું અને છૂટથી મળતું હોઈ, શિયાળામાં લસણ દ્વારા બનતી વાનગીઓ ઝાપટવાની ખરેખર મજા આવી જતી હોય છે.
લીલું લસણ શું છે?
લસણ પૂરેપૂરું પરિપકવ થાય એ પહેલાં જ તેને મૂળિયાંમાંથી કાઢી લેવામાં આવે છે. આ પ્રકારના કુમળા, અપરિપકવ લસણને અંગ્રેજીમાં ‘સ્પ્રિંગ ગાર્લિક’ કહેવામાં આવે છે. આ સ્પ્રિંગ ગાર્લિક તેની તાજી ખુશ્બૂ અને તેના અલગ રાસાયણિક બંધારણને લીધે સૂકા લસણથી અલગ પડે છે.
શિયાળાની શરૂઆતમાં લસણની રોપણી કરવામાં આવે છે અને ખૂબ ઠંડી પડે અને લસણની કળી પરિપકવ થાય તે પહેલાં જ તેને જમીનમાંથી કાઢી લેવામાં આવે છે. આ પ્રકારનું તાજું લીલું લસણ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે.

લીલું લસણ એન્ટિ ઓક્સિડન્ટનો ખજાનો
લીલું લસણ ‘એલિસિન’નામનું એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં ધરાવે છે. આ ‘એલિસિન’ માનવ શરીરમાં નીચે મુજબના ફાયદા કરે છે.
કોલેસ્ટેરોલ ઘટાડવું
લીલા લસણનું ત્રણ માસ સુધી રોજિંદું સેવન કોલેસ્ટેરોલની માત્રામાં નોંધપાત્ર ઘટાડો કરે છે એવું પ્રયોગો દ્વારા જાણવા મળે છે.(સૂત્રો દ્વારા)
શરીરમાં ઇન્ફલેમેશન ઘટાડે
શરીરના કોષોમાં, નસોમાં, સાંધાઓમાં, સ્નાયુઓમાં સોજો આવ્યો હોય તો લીલા લસણનું સેવન આ સોજાને ઘટાડે છે.

શરદી – કફમાં રાહત
શિયાળામાં ખાસ થતાં શરદી,ખાંસી, કફ સામે લીલું લસણ રક્ષણ આપે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે
લીલા લસણમાં રહેલું એન્ટિ ઓક્સિડન્ટ સિઝનલ રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. વારંવાર શરદી – કફનો શિકાર થતાં બાળકો માટે લીલા લસણનું સેવન ખૂબ અસરકારક નીવડે છે.
કેન્સર સામે રક્ષણ
કેટલાંક સંશોધનો મુજબ લીલા લસણનું ‘એલિસિન’ કેટલાક જૂના અને શરીરમાં ઘર કરી ગયેલા કેન્સર જેવા રોગોમાં ફાયદાકારક સાબિત થયું છે.( હજી વધુ સંશોધનો આ વિષયમાં થઈ રહ્યાં છે.)
ઘા રૂઝાવામાં સરળતા
લીલા લસણનું વિટામિન K ઘા દ્વારા વહી જતું લોહી અટકાવવામાં અને નવા કોષોનું નિર્માણ કરી ઘા ઝડપથી રુઝાવામાં પણ મદદરૂપ થાય છે.

એનિમિયાના દર્દીઓ માટે ફાયદાકારક:
લીલા લસણમાં આયર્ન સારા પ્રમાણમાં રહેલું છે જેથી એનિમિયાના દર્દીઓના હિમોગ્લોબિનના પ્રમાણમાં લીલા લસણના રોજિંદા સેવનથી ફાયદો જોવા મળી શકે.
દાંત અને હાડકાંની મજબૂતી માટે
કેલ્શિયમ અને ફોસ્ફરસનું ઊંચું પ્રમાણ હાડકાં અને દાંતની મજબૂતી માટે ખૂબ જરૂરી છે. લીલું લસણ આ બંને ખનીજો સારી માત્રામાં ધરાવે છે.

Most Popular

To Top