સુરત : રિલાયન્સ નિપ્પોન કંપનીની (Reliance Nippon Company) પોલીસી ઉપર આર્થિક લાભ અપાવવાના બહાને વિમા લોકપાલમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી અલગ અલગ ચાર્જ (Charge) ભરાવી 28 લાખની છેતરપિંડી કરતા એક મહિલા સહિત 6 આરોપીઓને ઉત્તરપ્રદેશ (Uttar Pradesh) તથા દિલ્હીથી (Delhi) સુરત (Surat) સાયબર પોલીસે (Poliec) ઝડપી પાડ્યા 4.63 લાખની રકમ ફ્રીઝ કરાવી હતી.
સાયબર ક્રાઈમ પોલીસે પકડેલા આરોપીઓએ ફરિયાદીને ઓક્ટોબર-૨૦૨૦ થી અલગ અલગ મોબાઇલ નંબર ઉપરથી ફોન કરી વીમા લોકપાલ કંપનીમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી હતી. ફરિયાદીની રિલાયન્સ નિપ્પોન કંપનીની પોલીસી ઉપર આર્થિક લાભ આપવાનું જણાવી અલગ-અલગ ચાર્જ પેટે અલગ અલગ બેંક ખાતામાં 28 લાખ મોકલી આપ્યા હતા. છતા ફરીયાદીને તેઓની પોલીસી ઉપર આજદિન સુધી કોઇપણ આર્થિક લાભ નહીં થતા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું.
આ અંગે સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં અગાઉ સંતોષકુમાર રામરાજ બેજનાથ (ઉ.વ.૩૯, રહે. શિવ મંદિરની પાસે, નોઈડા, ઉત્તર પ્રદેશ) તથા શ્યામવીર ઓમપ્રકાશ ભીખાસિંગ પાલ (ઉ.વ.૨૯, ધંધો-કંડક્ટર રહે. ભાગીરથી વિહાર, દિલ્હી-૯૪ તથા મુળ ઉત્તરપ્રદેશ) મળી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે કેસમાં વધારે તપાસ કરીને એક મહિલા સહિત બીજા 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ઉપયોગ કરેલા અલગ અલગ બેંક એકાઉન્ટોમાં રૂ.૪,૬૩,૯૫૧ ફ્રીઝ કરાવવામાં આવ્યા હતા.
ક્રિકેટ સટ્ટાના બુકિંગનો આંકડો પાંચ હજાર કરોડને પાર પહોંચ્યો, બાર જેટલી બેંકના સત્તાધીશોને તેડું
સુરત: ઇકોનોમી સેલ દ્વારા ઇન્ટરનેશનલ બેટિંગ રેકેટમાં કરવામાં આવી રહેલી તપાસનો આંકડો પાંચ હજાર કરોડને પાર થઈ ગયો છે. આ મામલે ઇકોનોમી સેલ ટેરેરિસ્ટ કનેક્શન કે પછી ડી ગેંગ કનેક્શન શોધી રહી છે. દરમિયાન ચાર આરોપી પાર્થ, કનુ, નરેશ, ભીખા અને હુઝેફાની ઉલટ તપાસ ઇકોનોમી સેલ હાલમાં કરી રહી છે.
દરમિયાન ઇકોનોની સેલ દ્વારા બાર જેટલી બેંકના મેનેજરોને તેડું મોકલવામાં આવ્યું છે. હાલમાં જ હુઝેફાને સાત દિવસનાં રિમાન્ડ આપવામાં આવ્યા હતા. હાલમાં સો બેંક એકાઉન્ટની તપાસ કરાઇ છે. જ્યારે સવાસો એકાઉન્ટ હજુ પણ બાકી બોલાઇ રહ્યાં છે. તેમાં હજુ પચાસ ટકા બેંક એકાઉન્ટ તપાસવાના બાકી હોવાની વિગત જાણવા મળી છે. ઉપરાંત જે વિગત જાણવા મળી છે તેમાં સુરતની જેમ જ હુઝેફા મકાસરવાળાના મોબાઇલ ફોન દ્વારા ઝૂમ મીટિંગ પર સૂચનાઓ પાસ કરવામાં આવતી હતી. તમામ મીટિંગ્સ ડેઇલી ઝૂમ પર થતી હતી. તેમાં દુબઇથી પણ ગાઇડલાઇન અપાતી હોવાની વિગત જાણવા મળી છે.