નવી દિલ્હી: કોંગ્રેસની (Congress) ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) મહારાષ્ટ્ર (Maharashtra) બાદ મધ્યપ્રદેશની (Madhya pradesh) મુલાકાત માટે જશે. રાહુલ ગાંધીના (Rahul Gandhi) નેતૃત્વમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રા ભારતભ્રમણ કરી રહી છે. આ યાત્રા હવે મહારાષ્ટ્રથી નીકળી મધ્યપ્રદેશ જવા માટે નીકળી છે. પરંતુ મધ્યપ્રદેશમાં ભારત જોડો યાત્રાના આગમ પહેલા જ ઈન્દોરમાં (Indore) રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી (Threat) મળી છે. બોમ્બથી (Bomb) ઉડાવી દેવાની ધમકી ભર્યો પત્ર (Latter) મળતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વાયનાડના કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો પત્ર ઈન્દોરમાંથી મળ્યો છે. પત્રમાં રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ ઈન્દોર પહોંચે તે માટે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ધમકીભર્યો પત્ર શુક્રવારે સવારે મીઠાઈની દુકાનની બહાર કોઈ અજાણ્યા શખ્સે મુક્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મીઠાઈની દુકાન નજીકમાં લગાવેલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું છે કે કલમ 507 હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
ભારત જોડો યાત્રાનો આજે 72મો દિવસ છે. કોંગ્રેસની આ યાત્રા 7 નવેમ્બરે મહારાષ્ટ્રમાં પ્રવેશી હતી. અત્યાર સુધી મહારાષ્ટ્રના નાંદેડ, હિંગોલી, વાશિમ અને અકોલા જિલ્લામાં પદયાત્રા કરી હતી. ભારત જોડો યાત્રાને મહારાષ્ટ્રમાં 12 દિવસ થયા છે ત્યારે આ યાત્રા બાલાપુર (અકોલા જિલ્લો)થી શેગાંવ (બુલધાણા જિલ્લો) તરફ આગળ વધી હતી.
લગભગ 150 દિવસમાં 12 રાજ્યોમાંથી પસાર થશે ભારત જોડો યાત્રા
તમને જણાવી દઈએ કે 20 નવેમ્બરે બુલઢાણા જિલ્લા (મહારાષ્ટ્ર)ના જલગાંવ જામોદથી મધ્યપ્રદેશના બુરહાનપુરમાં પ્રવેશ કરશે. આ પછી 21 નવેમ્બરે આરામ કરવામાં આવશે. જણાવી દઈએ કે 3 ડિસેમ્બરે રાજસ્થાનના કોટા જિલ્લામાં જતા પહેલા યાત્રા 13 દિવસમાં મધ્યપ્રદેશના છ જિલ્લા- બુરહાનપુર, ખંડવા, ખરગોન, ઈન્દોર, ઉજ્જૈન અને અગર માલવામાંથી પસાર થશે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી નીકળનારી ‘ભારત જોડો યાત્રા’ લગભગ 150 દિવસમાં 12 રાજ્યોમાંથી પસાર થઈને 3 હજાર 570 કિલોમીટરનું અંતર કાપશે. જણાવી દઈએ કે આ યાત્રા 7 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી.