DELHI : પ્રજાસત્તાક દિને (REPUBLIC DAY) ટ્રેક્ટર પરેડ (TRACTOR MARCH) થયા બાદ ગુમ થયેલા ખેડૂતોની શોધ માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે, જેથી સમિતિ કોઈપણ માહિતી પર સંકલન કરી શકે અને તેના પર આગળની કાર્યવાહી કરી શકે.
આ સાથે જ આંદોલનની આગામી રણનીતિ નક્કી કરવા માટે સંયુક્ત કિસાન મોરચાની બેઠક સોમવારે (આજે) યોજાશે. તે નિર્ણય કરશે કે આંદોલનને કેવી રીતે આગળ વધવું, જેથી સરકાર પર દબાણ લાવવામાં આવે કે કૃષિ કાયદાને રદ કરવા વાટાઘાટોનો માર્ગ અપનાવવામાં આવે.
રવિવારે પંજાબના 32 ખેડૂત સંગઠનો કુંડળી બોર્ડર (KUNDLI BORDER) પર મળ્યા હતા. જેમાં ટ્રેક્ટર પરેડથી ગાયબ 100 થી વધુ ખેડુતોની શોધની ચર્ચા કરવામાં આવી હતી. આ માટે પ્રેમસિંહ ભંગુ, રાજીંદરસિંહ દીપસિંહ વાલા, અવતારસિંહ, કિરણજીતસિંહ સેખો અને બલજીતસિંહની એક સમિતિ બનાવવામાં આવી હતી. ખેડુતો વિશેની કોઈપણ માહિતી 8198022033 પર આપવા વિનંતી કરવામાં આવી છે.
ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકાર ઇન્ટરનેટ (INTERNET) સેવાઓ બંધ કરી રહી છે, જેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે સરકાર ખેડૂતોથી ડરી ગઈ છે. તેમણે કહ્યુ કે સરકારે તુરંત ઇન્ટરનેટ સેવાઓ પુનર્સ્થાપિત કરવી જોઈએ અને ખેડૂતો પર હુમલો કરવાનું બંધ કરવું જોઈએ. તેમણે ઉમેર્યુ કે સરકાર નથી ઇચ્છતી કે વાસ્તવિક તથ્યો ખેડૂતો અને સામાન્ય લોકો સુધી પહોંચે, તેથી ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
ભકિયુ હરિયાણાના પ્રમુખ ગુરનમસિંહ ચધુનીએ રવિવારે મંચ પરથી કહ્યું હતું કે જો કોઈ આવે અને આંદોલનકારીઓ પર હુમલો કરે તો અમારે શાંત રહેવું પડશે. પરંતુ પાછળથી અમારે સંપૂર્ણ જવાબ આપવો પડશે. ચધુનીએ કહ્યું કે અમારા ઘરે આવી અમારા પર હુમલો થઈ રહ્યો છે અને આ રીતે અમારા ધૈર્યની કસોટી ન કરવી જોઈએ. જો અમારે હાથ ઉચકવાનો વારો આવશે તો સરકારને ભેરે પડશે.