National

હેવાન પતિ: આડા સંબંધોની શંકાના આધારે પત્નીના હાથ અને પગના પંજા કાપી નાખ્યા

મધ્યપ્રદેશના ભોપાલમાં તેની પત્નીના ચારિત્ર પર શંકા જતા તેણે તેના ડાબા હાથ અને ડાબા પગના પંજા તીક્ષ્ણ હથિયારથી કાપી નાખ્યા હતા. પડોશીઓની માહિતી પર પોલીસ ઘટના સ્થળે પહોંચી આરોપીની ધરપકડ કરી હતી.

ભોપાલના નિશાતપુરા વિસ્તારના પોલીસ મથકના પોલીસ અધિક્ષક (CSP) અનિલ ત્રિપાઠીએ બુધવારે જણાવ્યું હતું કે આ ઘટના મંગળવારે રાત્રે બની હતી. વિશ્વકર્મા નગરમાં સિયોની માલવા જિલ્લા હોશંગાબાદનો વતની પ્રીતમ રાજપૂત તેના સાત વર્ષના પુત્ર સાથે ભાડાના મકાનમાં રહે છે.

તેની 26 વર્ષીય પત્ની સંગીતા ઈન્દોરની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને એક મહિના કે 15 દિવસમાં ભોપાલમાં તેના ઘરે આવતી હતી. પ્રીતમ તેના પર દર અઠવાડિયે ભોપાલ આવવાનું દબાણ કરે છે અને તેના ચરિત્ર પર શંકા કરે છે. તેમણે જણાવ્યું કે મંગળવારે પણ સંગીતા ભોપાલ આવી હતી.

લગભગ 11.30 વાગ્યે, માતા અને પુત્ર ઘરમાં સૂઈ રહ્યા હતા, જ્યારે પ્રીતમ નશામાં ઘરે આવ્યો અને સંજીતાનો ડાબો હાથ અને ડાબા પગના પંજા કાપી નાખ્યા. આ પછી તેણે બીજા પગમાં પણ માર માર્યો હતો. આથી મહિલા અને બાળકની ચીસો સાંભળીને નજીકના લોકો પ્રિતમના ઘર પાસે પહોંચ્યા લોકોને ત્યાં એકઠા થતાં જોઈ પ્રિતમ બહાર આવીને કુહાડી ફેરાવવા લાગ્યો હતો.

સીએસપીએ જણાવ્યું હતું કે, લોકોની માહિતી પર પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે પ્રીતમે પોલીસકર્મી પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ પોલીસે તેને પકડી પાડ્યો હતો. ત્રિપાઠીએ જણાવ્યું હતું કે પોલીસે ઘરની અંદર લોહીલુહાણ હાલતમાં પડેલી મહિલાને તેના કાપેલા અંગો સાથે સરકારી હમીદિયા હોસ્પિટલમાં દાખલ કરી હતી.

મોડી રાત્રે સંગીતાનું હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે IPC 307 (ખૂનનો પ્રયાસ) અને અન્ય સંબંધિત કલમોમાં આરોપી પ્રીતમની ધરપકડ કરીને કેસની તપાસ કરવામાં આવી રહી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top