Charchapatra

ખરા અર્થમાં આધુનિક બનો

મુસ્લિમ મહિલાઓએ હિજાબ પહેરવો એ વ્યકિતગત રીતે બરાબર છે. પણ જયારે કોઇ સંસ્થા કે સ્કૂલ કોલેજમાં દાખલ થાય ત્યારે તેના નિયમોનું પાલન કરવું એ પાયાની ફરજ બની જાય છે. જો તેમ ન થાય તો ભણતા વિદ્યાર્થીઓ પોતાના ધર્મ અનુસાર વર્તે તો રાષ્ટ્રીયતાના બદલે સાંપ્રદાયિક વાતાવરણ પેદા થાય અને ડગલે ને પગલે તનાવ પેદા થવાની  સંભાવના રહે છે. રાષ્ટ્રિય એકતાના બદલે દેશ ધાર્મિક વાડાઓમાં વિભાજીત થાય અને તેનાથી અનેક સમસ્યાઓ પેદા થઇ શકે છે.  ભારતનો એક નાગરિક સ્વતંત્ર છે. તેણે કેવાં કપડાં પહેરવાં, કઇ રીતે રહેવું એ તેની અંગત બાબત છે. ઘરમાં પણ અમુક નિયમોનું પાલન કરવું પડતું હોય છે. તો કોઇ સંસ્થા, ગામ, શહેર, રાજય કે દેશના પ્રવર્તમાન કાયદા પ્રમાણે વર્તવું એ દરેક નાગરિકની ફરજ બની જાય છે. હાલમાં દરેક ક્ષેત્રમાં વિકાસ થઇ રહ્યો છે. દુનિયા આજે અવકાશમાં વસાહત સ્થાપવા જઇ રહી છે અને નવી નવી શોધો દ્વારા લોકોનાં જીવનધોરaણ અને રહેણીકરણી પણ બદલાઇ રહ્યાં છે ત્યારે આપણે આપણી માન્યતાઓ અને રૂઢિઓમાંથી બહાર આવવું જોઇએ. ઉચ્ચ અભ્યાસનો કંઇક અર્થ સરવો જોઇએ. કટ્ટરતા  કોઇ પણ ધર્મ માટે સારી નથી. તે દરેક જગ્યાએ પ્રશ્નો ઊભા કરે છે. તેનાથી સામાજિક વાતાવરણ ડહોળાય છે. સમયની સાથે તાલ મિલાવીને ચાલતા નથી તેમનો વિકાસ – પ્રગતિ રૂંધાય છે. ૧૪૦૦ વર્ષ પૂર્વેની સ્થિતિએ રહેવા માંગતા હોય તે પણ મોબાઇલ કે આધુનિક સાધનો તો વાપરતાં હોય છે જ!
ગાંધીનગર- ભગવાનભાઇ ગોહેલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે-

Most Popular

To Top