National

‘PM મોદીની હત્યા માટે તત્પર રહો…’, કોંગી નેતાની જીભ લપસતા થયો મોટો વિવાદ

નવી દિલ્હી: કોંગ્રેસના (Congress) પૂર્વ મંત્રી રાજા પટરિયાનું (Former Minister Raja Patria) વિવાદાસ્પદ નિવેદન (controversy Statement) સામે આવ્યું છે. એક વીડિયોમાં મંત્રી પટરિયા ‘પીએમ મોદીની (PM Modi) હત્યા’ની વાત કરી રહ્યા છે. જોકે, વિવાદોમાં ઘેરાતા પટરિયા પોતાના નિવેદનથી ફરી ગયા હતા. અને તેમણે કહ્યું હતું કે તેમનો મતલબ આગામી ચૂંટણીમાં મોદીને હરાવવાનો હતો. એટલું જ નહીં, તેણે કહ્યું કે ક્યાકે ફ્લો ફ્લોમાં થઈ જાય છે આવું… ભાજપના નેતાઓએ વીડિયો શેર કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.

રાજા પટરિયાનો જે કથિત વીડિયો સામે આવ્યો છે તેમાં તે કેટલાક કાર્યકરોને સંબોધિત કરી રહ્યો છે. તેઓ કહેતા જણાય છે કે, મોદી ચૂંટણી ખતમ કરશે, મોદી ધર્મ, જાતિ, ભાષાના આધારે ભાગલા પાડશે, દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓના જીવ જોખમમાં છે, બંધારણનને બચાવવું હોય તો મોદીની હત્યા કરવા માટે તૈયાર રહો. જો કે, ત્યાર બાદ પાછળથી તે કહે છે કે હત્યાનો અર્થ હાર છે.

માત્ર ચૂંટણી હરાવવાનો મતલબ હતો-રાજા પટરિયા
વીડિયો વાઈરલ થયા બાદ રાજા પટરિયાએ કહ્યું કે તેઓ આગામી ચૂંટણીમાં ભાજપને હરાવવા માંગે છે. તેમણે કહ્યું, આ ફ્લોમાં બોલાઈ ગયું હતું, જો કે જે વ્યક્તિએ આ વીડિયો રેકોર્ડ કર્યો છે તેણે માત્ર વીડિયોમાંથી આટલી ક્લીપનો જ એક ભાગ વાયરલ કર્યો છે. રાજાએ કહ્યું કે આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. મારો મતલબ એવો નહોતો. મારા નિવેદનને તોડીમરોડીને બતાવવામાં આવ્યો છે.

આ મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી – નરોત્તમ મિશ્રા
કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજા પટરિયાના નિવેદન પર ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે મેં પટરિયાજીના નિવેદનો સાંભળ્યા, અને તેના પરથી સ્પષ્ટ થાય છે કે આ મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી. તેમણે કહ્યું કે ઈટલીની કોંગ્રેસ છે અને ઈટલીની મુસોલિનીની માનસિકતા છે. રાહુલ ગાંધીની યાત્રામાં સ્વરા ભાસ્કર, કન્હૈયા કુમાર, સુશાંત ચાલી રહ્યા છે. તેમણે કહ્યું કે મેં એસપીને આ મામલે તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવા સૂચના આપી છે.

Most Popular

To Top