સોશિયલ મીડિયા ઉપર અવારનવાર જાતજાતના વિડીયો ફરતાં ફરતાં આપણા સુધી પહોંચતા હોય છે. હાલમાં એવો જ એક વિડીયો સ્માર્ટફોન સુધી પહોંચ્યો. વિડીયોના પ્રારંભમાં લખ્યું હતું કે, ‘‘વેઈટ ટીલ ધી એન્ડ’’, એટલે કે અંત સુધી રાહ જુઓ… વિડીયોના અંતે કશુંક અનપેક્ષિત પરિણામ/ દૃશ્ય જોવા મળશે. આ વિડીયોમાં શું હતું કે વાતને જવા દઈએ, પણ આ વાક્યએ જુદી દિશામાં વિચારતા કરી મૂક્યા. આપણા બધાના જીવનમાં નાની મોટી ઘટનાઓ સતત બનતી રહેતી હોય છે. પરંતુ ઘણી વખત કેટલાક લોકો એને સ્વીકારી શકતા નથી અને અનિચ્છનીય પગલું ભરી બેસતા હોય છે, કે જે ખરેખર અંતે બીજા જ પરિણામ સુધી દોરી જાય તેવી હોય છે. તો કેટલાક લોકો અમુક ઘટના બન્યા પછી પોતે મહાન બની ગાય હોય એ રીતે વર્તવા માંડતા હોય છે. તો વળી, કેટલાક લોકો બીજાને નુકસાન પહોંચાડીને પોતે વિજયી થઈ ગયા હોય એ રીતે વર્તવા માંડતા હોય છે… વગેરે. વાતનો સારાંશ એજ કે આપણે આપણા જીવનમાં બનતી નાની મોટી ઘટનાઓને અંતિમ માની લેવાની ભૂલ ન કરવી જોઈએ, ભલેને એ હકારાત્મક હોય કે નકારાત્મક હોય અને અંત સુધી રાહ જોવાની ધીરજ રાખવી જોઈએ… વેઈટ ટીલ ધી એન્ડ…
નવસારી – ઈન્તેખાબ અનસારી
- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.