Vadodara

કોંગ્રેસ હોય કે ભાજપ : શહેરને ખાડામાં જ રાખે છે

વડોદરા: વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી સામાન્ય વરસાદમાં જ રસ્તા પર ખાડાઓ પડી જવાની તથા રસ્તાઓ પર ભુવા પડી જવાની સમસ્યા વધુ વકરી છે. આ વર્ષે પણ છેલ્લા ૧૫ દિવસમાં પડેલા ભારે વરસાદને કારણે રસ્તા પર ખાડા છે કે, ખાડામાં રસ્તા તેનો ખ્યાલ જ આવતો નથી. ડર વર્ષે વરસાદે વિકાસની પોલ ખોલી નાંખે છે. હવે તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સાથે સાથે ગુજરાત સરકાર પણ ખાડા માટે મેદાન ઉતરવું પડે એવી સ્થિતિ ઉભી થઇ છે. ખાડાઓને કારણે અનેક નાગરિકો જીવ ગુમાવશે તો જવાબદાર કોણ છે.

પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. શહેરમાં પડેલા આ ખાડાઓ અંગે ખડે ગયું વડોદરા કેમ્પેઈન શરુ કરી રહ્યું છે. જેમાં વિવિધ શહેર કે તાલુકા મથકોએ પડેલા ખાડાઓ અને ગંદકીથી નાગરિકોને પડી રહેલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરા શહેરમાં ઠેર ઠેર ખાડા, ભુવા અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ગંદકીમાં જોવા જાવ તો શહેરના મોટા ભાગના વિસ્તારમાં પડેલા વરસાદને પગલે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે જેમાં છાણી વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં ગંદકી જોવા મળી રહી છે. અને ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તેના પરિણામે છાણી વિસ્તારનાં રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે.

જયારે બીજી બાજુ વાત કરીએ તો સ્માર્ટ સિટી વડોદરામાં રોડો પણ સ્માર્ટ બનવા જઈ રહ્યા છે પરંતુ તે એટલે સુધી સ્માર્ટ બની રહ્યા છે કે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે શહેરના વિવિધ વિસ્તારમાં ઠેર ઠેર ખાડા, ગંદકી અને ભુવા પડી જવાના બનાવોમાં કારેલીબાગ વિસ્તારમાં ભૂવો પડી જવાની ઘટના, છાણી વિસ્તારમાં પાણી ભરાય રહેવાની સમસ્યા સહિતની શહેરમાં ઠેર ઠેર જેમાં ડભોઇ રોડ પર આવેલ પટેલ એસ્ટેટ થી લઇ ગાજરાવાડી સુધીના રોડ જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે અને નવાપુરા, ગોરવા આજવા રોડ, વાઘોડિયા રોડ તથા તેની આસપાસની સોસાયટીના રોડની હાલત પણ કફોડી જોવા મળી રહી છે.

આમ વરસાદ વરસતાની સાથે પાલિકાની પોલ ખુલ્લી પડવા પામી છે. આમ પાલિકા મોટી મોટી બંગો પોકારે છે અમે પ્રિ મોન્સુનની કામગીરી કરી છે પરંતુ તેમની બંગો પણ પોકળ સાબિત થઇ રહી છે. અને વાહનચાલકો તથા રહીશોને હાલાકીનો સામનો વેઠવો પડી રહ્યો છે. તો બીજી તરફ સ્થાનિક લોકો જે ત્યાં મજૂરી કરે છે તેઓએ પણ સ્માર્ટ રોડને સ્માર્ટ સિટી નહીં પરંતુ જૂનું વડોદરા પાછું આપે તો પણ બસ છે તેમ જણાવ્યું હતું. જ્યારે વર્ષોથી ધંધા રોજગાર કરતા ફેક્ટરીના માલિકો પણ રોડની દયનીય હાલતને લઈ જુના વડોદરાની યાદ તાજા કરી સત્તાધીશો સામે શાબ્દિક પ્રહારો કર્યા હતા.

પાલિકાની બલિહારી કારેલીબાગમાં જોવા મળી
પાલિકાના હોનાર એન્જીનીયર દ્વારા કામ બધ હોવા છતાં પણ પ્રજાને ઉઠા ભણાવવા માટે “કામ ચાલુ છે નું સરકારી પાટિયું લગાવ્યું છે” પણ ના તો કામ ચાલુ છે કે નાતો રસ્તો બંધ છે..! ખરે ખર જ્યાં ભૂવો પડ્યો છે ત્યાં તો કોઈ કામ ચાલતું નથી ફક્ત પાલિકા તંત્ર દ્વારા પ્રજાને ઉઠા ભણવા માટે બોર્ડ મુક્યું હોય તેવું લાગી રહ્યું છે. વોર્ડ 7 આ વિસ્તાર ના ઉત્તર ઝોન ના બાબુઓ આ ભુવા ની ઉત્તરક્રિયા વહેલી તકે કરે તેવી સ્થાનિકો ઉગ્ર માંગ કરી હતી. આ ભુવા થી માત્ર 100 મીટર ના અંતર માં ખાડા પુરવા અને પાણી ની લાઈન ફાટવાના ઘણા બનાવો વર્ષો થી બનતા જ આવ્યા છે.

Most Popular

To Top