નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ બીસીસીઆઇએ (BCCI) માર્ચ 2023માં(Women’s Indian Premier League) (ડબલ્યુઆઇપીએલ)ની પહેલી સિઝન (first season)માટે એક અલગ વિન્ડોની પસંદગી કરી લીધી છે. બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના જણાવ્યા અનુસાર ડબલ્યુઆઇપીએલ શરૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
બીસીસીઆઇના નિવેદનો બહાર આવ્યા
આ બાબતથી માહિતગાર બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે પીટીઆઇને જણાવ્યું હતું કે હાં, મહિલા આઇપીએલ માર્ચના પહેલા અઠવાડિયામાં શરૂ થશે, અમે તેના માટે પહેલા વર્ષે ચાર અઠવાડિયાનો સમય નિર્ધારિત કર્યો છે. દક્ષિણ આફ્રિકામાં 9થી 29 ફેબ્રુઆરી દરમિયાન રમાનારા મહિલા ટી-20 વર્લ્ડકપ પછી તરત જ મહિલા આઇપીએલના આયોજનની અમે યોજના બનાવી રહ્યા છીએ.
આગામી માર્ચમાં મહિલા આઇપીએલનું આયોજન
એક સ્પોર્ટસ વેબસાઇટના જણાવ્યા અનુસાર બોર્ડે મહિલા આઇપીએલની જગ્યા ઊભી કરવા માટે મહિલા ડોમેસ્ટિક ક્રિકેટ કેલેન્ડરમાં ફેરફાર કર્યો છે. મહિલા ડોમેસ્ટિક ક્રિકેટની સિઝન એક મહિનો વહેલી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. સામાન્યપણે તે નવેમ્બરથી એપ્રિલ સુધી ચાલે છે પણ હવે તેને 11 ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન યોજવાનું નક્કી કરાયું છે. જેનાથી માર્ચમાં મહિલા આઇપીએલનું આયોજન સરળતાથી કરી શકાશે. બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહે ફેબ્રુઆરીમાં પીટીઆઇને આપેલા અલગઅલગ ઇન્ટરવ્યુમાં મહિલા આઇપીએલ 2023માં યોજવા અંગે જણાવ્યું હતું. મોટાભાગના ક્રિકેટ ચાહકો એવું માને છે કે મહિલા આઇપીએલ ભારતમાં મહિલા ક્રિકેટના સ્ટાન્ડર્ડમાં મોટો ફેરફાર લાવી શકશે.