Sports

BCCIના સેક્રેટરી જય શાહને ICCમાં સોંપાઈ મોટી જવાબદરી

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના (Home Minister Amit Shah) પુત્ર અને BCCI સેક્રેટરી જય શાહને (Jay Shah) આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે. ICCના પાવરફૂલ ફાયનાન્સ એન્ડ કોમર્શિયલ અફેર્સ કમિટિના (Finance and Commercial Affairs Committee) પ્રમુખ (Head) તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જય શાહને તાજેતરમાં ગ્રેગ બાર્કલેની (Greg Barclay) ICC ચેરમેન તરીકે વરણી થઈ છે. તેથી આગામી દિવસોમાં જય શાહ ICCની વાર્ષિક બોર્ડ મીટિંગ માટે મેલબોર્ન પહોંચશે. BCCIના નવા પ્રમુખ રોજર બિન્ની અને IPLના ચેરમેન અરુણ ધુમલ પણ T20 વર્લ્ડ કપની કાર્યાવાહી જોવા ઓસ્ટ્રિલયા પહોંચશે તેમ માનવામાં આવી રહ્યું છે.

ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલેને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના અધ્યક્ષ તરીકે ફરી એકવાર નિમર્ણૂક કરવામાં આવ્યા હતા. બોર્ડની બેઠકમાં બાર્કલે સિવાય, BCCI સેક્રેટરી જય શાહને ICCની પાવરફૂલ ફાઇનાન્સ અને કોમર્શિયલ અફેર્સ કમિટીના વડા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. બાર્કલેનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે. ઝિમ્બાબ્વેના તાવેન્ગવા મુકુહલાનીની પીછેહઠ બાદ બાર્કલી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.

જય શાહને મળેલો હોદ્દો કેટલો પાવરફૂલ?
જય શાહને ICCની સૌથી મહત્વપૂર્ણ સમિતિના અધ્યક્ષપદની જવાબદારી સોંપવામાં આવી છે. આ કમિટી તમામ મોટા નાણાકીય નીતિના નિર્ણયો લે છે, ત્યારબાદ ICC બોર્ડ તેમને મંજૂરી આપે છે. નાણા અને વ્યાપારી બાબતોની સમિતિનું નેતૃત્વ હંમેશા ICC બોર્ડના સભ્ય દ્વારા કરવામાં આવે છે. અને જય શાહ ICCની પાવરફૂલ ફાયનાન્સ એન્ડ કોમર્શિયલ અફેર્સ કમિટિના વડા તરીકે ચૂંટાયા છે. આ કમિટી સભ્ય રાષ્ટ્રોમાં આવકની વહેંચણી અને વિવિધ મોટા સ્પોન્સરશિપ સોદાઓ કરવા, આઇસીસીના વાર્ષિક બજેટ નક્કી કરવા, આવકની વહેંચણીના મોડેલ, સ્પોન્સરશિપ અને વિવિધ અધિકારોના સોદાઓ નક્કી કરવાનું કામ કરે છે.

આવકની વહેંચણીનો સમાવેશ થાય છે
ICCના એક સૂત્રએ ગોપનીયતાની શરતે પીટીઆઈને જણાવ્યું કે, ‘દરેક સભ્યએ જય શાહને નાણા અને વાણિજ્યિક બાબતોની સમિતિના વડા તરીકે સ્વીકાર્યા. ICCના અધ્યક્ષ ઉપરાંત, તે એક સમાન શક્તિશાળી ઉપ-સમિતિ છે. આ સમિતિના કામમાં સભ્ય દેશો વચ્ચે આવકની વહેંચણીનો સમાવેશ થાય છે.

ગત વર્ષ સુધી ગાંગુલી સભ્ય હતા
એન શ્રીનિવાસનના સમયમાં આ સમિતિના વડાનું પદ ભારતનું હતું, પરંતુ શશાંક મનોહરના આઈસીસી અધ્યક્ષના કાર્યકાળ દરમિયાન બીસીસીઆઈની સત્તા ઘણી ઓછી થઈ ગઈ હતી. વહીવટી સમિતિના કાર્યકાળ દરમિયાન આવો સમય આવ્યો હતો. જ્યારે બીસીસીઆઈ પાસે નાણાં અને વાણિજ્યિક બાબતોની સમિતિમાં કોઈ પ્રતિનિધિત્વ નહોતું. બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી ગત વર્ષ સુધી આ સમિતિના સભ્ય હતા.

Most Popular

To Top