નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલીની પત્ની (Wife) ડોના ગાંગુલીની તબિયત ખરાબ હોવાને કારણે તેમને હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા છે. સૌરવ ગાંગુલીની પત્ની ડોનાને મંગળવારે સાંજે કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે 46 વર્ષીય ડોનાને છેલ્લા 3-4 દિવસથી ખૂબ જ તાવ (Fever) હતો અને તેના શરીર પર ચકામા પણ હતા. ડોકટર પાસે તપાસ કરાવતા તેમજ બીમાર થયાના થોડા દિવસો પછી, જ્યારે ડોનાને ડૉક્ટર પાસે લઈ જવામાં આવી ત્યારે તેણે કેટલાક ટેસ્ટ કરાવ્યા હતા. આ ટેસ્ટના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ડોનાને ચિકનગુનિયા થયો છે. આ પછી મંગળવારે નવરાત્રિના નવમાં નોરતે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ડોનાની હાલત હવે સ્થિર છે. ડોનાની હાલ ડૉ. સપ્તર્ષિ બાસુની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે.
હોસ્પિટલમાં દાખલ થયા બાદ ચાહકો ડોનાની તબિયતને લઈને સતત ચિંતિત હતા. સોશિયલ મીડિયા પર પણ લોકો સતત ટ્વિટ કરીને તેની સ્થિતિ વિશે પૂછી રહ્યા હતા. આવી સ્થિતિમાં, હોસ્પિટલ મેનેજમેન્ટે પણ એક પ્રેસ જાહેર કરીને કહ્યું કે ડોનાની તબિયત ઠીક છે અને તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. જણાવી દઈએ કે ડોના ગાંગુલી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની પત્ની છે. આ ઉપરાંત તે ફેમસ ડાન્સર પણ છે. ડોનાએ ચાહકોમાં ઘણી વખત ડાન્સ પરફોર્મન્સ આપ્યું છે અને તેના કારણે તેની એક અલગ ઓળખ પણ છે.
મળતી માહિતી મુજબ ડોનાની બે ડોકટરોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે, હોસ્પિટલ મેનેજમેન્ટે કહ્યું, ‘ડોના ગાંગુલીને 4 ઓક્ટોબરની સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અગાઉ તેમને ત્રણ-ચાર દિવસથી તાવ હતો. તેને શરીરમાં દુખાવો અને ફોલ્લીઓ પણ હતી. ટેસ્ટ કરાવતા જાણવા મળ્યું હતું કે તેને ચિકનગુનિયા થયો હતો. હાલ તેની હાલત સ્થિર છે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી રહ્યો છે. ડોનાની સારવાર ડૉક્ટર સપ્તર્ષિ બાસુ અને ડૉ. સૌતિક પાંડાની દેખરેખ હેઠળ ચાલી રહી છે. તેઓને ડોનાની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.