National

ભારતીય ક્રિકેટરોના ‘હલાલ મીટ’ વિવાદ પર BCCIએ મૌન તોડ્યું, જાણો શું કહ્યું અરુણ ધૂમલે

ભારતીય ક્રિકેટ (Indian Cricket Team) ટીમના ખેલાડીઓના ભોજનમાં કથિત ફરજિયાત ‘હલાલ મટન’ (Halal Mutton) ને લઈને વિવાદ (Controversy) ઉભો થયો છે. ખેલાડીઓને બીફ (Beaf) ખાવાની મંજૂરી (Permission) આપવામાં આવી નથી એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ માંસ ખાવા માંગે છે, તો તે ફક્ત હલાલ માંસ જ ખાઈ શકે છે. પોર્ક (Pork) અને બીફને મેનુમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ સમગ્ર વિવાદ પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ટ્રેઝરર અરુણ ધૂમલે (Arun Dhumal) સ્પષ્ટ કર્યું છે કે ખેલાડીઓના ભોજન પર કોઈ પ્રતિબંધ (Band) નથી અને ખેલાડીઓ જે ખાવા માંગે છે તે પસંદ કરવા માટે સ્વતંત્ર છે.

ધૂમલે કહ્યું, “ખેલાડીઓ સાથે ફૂડ (Food) વિશે ક્યારેય ચર્ચા થઈ નથી અને આવા ડાયટ પ્લાન (Diet Plan) વિશે ક્યારેય સાંભળ્યું નથી. મને ખબર નથી કે આ નિર્ણય (Decision ) ક્યારે લેવામાં આવ્યો. જ્યાં સુધી હું જાણું છું, અમે ક્યારેય ડાયેટ પ્લાન અંગે કોઈ માર્ગદર્શિકા (Guideline) બહાર પાડી નથી. જ્યાં સુધી ફૂડનો સવાલ છે, તે ખેલાડીઓની વ્યક્તિગત પસંદગી છે, તેમાં BCCIની કોઈ ભૂમિકા નથી. ઉદાહરણ તરીકે, ધારો કે કોઈ ખેલાડી કહે છે કે તે બીફ નથી ખાતો અને આવી સ્થિતિમાં જો કોઈ વિદેશી ટીમ (Foreign team) આવે તો ખોરાકમાં ભેળસેળ ન કરવી જોઈએ.

જણાવી દઈએ કે આ વિવાદ ઉભો થયા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રવક્તા અને એડવોકેટ (Advocate) ગૌરવ ગોયલે BCCI પાસે આ ભલામણને તાત્કાલિક પાછી ખેંચવાની માંગ કરી હતી. પોતાના ટ્વિટર (Tweeter) હેન્ડલ પર વિડિયો જાહેર કરતાં તેણે કહ્યું હતું કે, “ખેલાડીઓએ જે જોઈએ તે ખાવું જોઈએ, તે તેમની પસંદગી છે, પરંતુ ‘હલાલ’ માંસની ભલામણ કરવાનો આ અધિકાર BCCIને કોણે આપ્યો છે.” આ નિર્ણય યોગ્ય નથી. તેને તાત્કાલિક પાછો ખેંચી લેવો જોઈએ.” 

Most Popular

To Top