Vadodara

પશુ ખરીદવા બરોડા ડેરી 50 ટકા લોન આપશે

વડોદરા : કેલાનપુર સ્થિત દાદા ભગવાન મંદિર ખાતે વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી. કોરોનાને કારણે બે વર્ષ સભા યોજી શકાઈ ન હોવાથી ત્રણ વર્ષ બાદ યોજાયેલી સભામાં મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદક મંડળીઓના સભાસદો આવ્યા હતા. ડેરીના ચેરમેન , વાઇસ ચેરમેન , એમડી સહિત દૂધ મંડળીના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભા સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ત્રણ વર્ષ બાદ યોજાયેલ બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભા દરમિયાન અંદાજપત્રમાં દર્શાવેલ જોગવાઈઓ સામે થયેલ ખર્ચની નોંધ , સંઘના નિયામક મંડળએ કરેલા કામકાજનો અહેવાલ , વિકાસલક્ષી કામના આયોજનની નોંધ વગેરે જેવા એજન્ડા રજૂ થયા હતા.અને વાર્ષિક હિસાબો સહિતના ઠરાવો સર્વાનું મતે પસાર કરવામાં આવ્યા હતા. પ્રશ્નોત્તરી દરમિયાન જિલ્લાની વિવિધ મંડળીઓ દ્વારા પ્રશ્નો કરવામાં આવતા સભાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સભામાં ઉપસ્થિત વિરોધી જૂથ અને સત્તાધારી પક્ષનું જૂથ આમને-સામને આવી ગયું હતું.

દૂધ ઉત્પાદકમાં સૌથી મોટી ગણાતી બરોડા ડેરીની આજ રોજ મળેલી એજીએમમાં દૂધ ઉત્પાદકોને 99 કરોડનો ભાવ ફેર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં અગાઉ દૂધ ઉત્પાદકોને ચૂકવી દીધેલા 27 કરોડનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે એક તબક્કે તો એજીએમ પૂરી થયા બાદ ભાવફેરના મુદ્દે બે ચાર સભાસદોએ વધુ ભાવ ફેર કરવા માટે રજૂઆત કરતા ભારે હોબાળો બરોડા દેરીમાં થયો હતો. આજ રોજ મળેલી બરોડા ડેરીની એન્યુઅલ જનરલ મીટીંગમાં ડેરીનું ટર્નઓવર આશરે 1400 કરોડને પાર્ક કરી ગયું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ડેરીના પ્રમુખ ઉપપ્રમુખે આગામી વર્ષો માટેની નવી યોજનાઓ તેમજ લક્ષ્યાંકો બેઠકમાં કર્યા હતા.

જેમાં ડેરીનું દૈનિક દૂધ કલેક્શન વધુ દસ લાખ લીટર કરવા ઉપર વધારે ભાર આપવામાં આવ્યો હતો. સભા પૂરી થઈ ગયા બાદ કેટલાક સભ્યોએ રજૂઆત કરી હતી તે દરમિયાન એક સદસ્ય એ લાંબી રજૂઆત કરતા આગળ બેઠેલા લોકોએ મુદ્દાસર રજૂઆત કરવા જણાવ્યું હતું . જેથી રજૂઆત કરનાર સદસ્યે તમે ભાગોળ સુધી ભણેલા નથી. તેમ કહેતા હોબાળો થયો હતો. જેથી પોલીસ આવી ગઈ હતી અને હોલ ખાલી કરાવ્યો હતો.

આ દરમિયાન પશુપાલકોને પ્રશ્નોત્તરી માટે જણાવવામાં આવતા ભાદરવા દૂધ ઉપ્તાદક મંડળીના પિન્ટુભાઇ પરમાર બેઠકમાં ઉભા થયા હતા ત્યારે બરોડા ડેરી દ્વારા આપવામાં આવેલા ચિતારને ફૂલગુલાબી ગણાવી આક્ષેપ કરતા હબોળો મચ્યો હતો. ડેરીના વહીવટકર્તાઓના સમર્થકો ઉભા થઇ ગયા હતા. અને ડેરી સામે આક્ષેપો કરી રહેલા સભાસદો સાથે ચર્ચામાં ઉતરી ગયા હતા. પરિણામે બંને જૂથ આમને-સામને જોવા મળ્યું હતું જેના પગલે એક તબક્કે તો ઝપાઝપી પણ થઇ હતી. જોકે, પોલીસ કાફલો દોડી આવતા બંને જૂથને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.

2154 સેમ્પલમાંથી 95 કેસ કોરોના પોઝિટિવ
વડોદરામાં મંગળવારે મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવતી આરોગ્ય કામગીરીમાં શહેર જિલ્લાના વિવિધ વિસ્તારો માંથી કોરોનાના 95 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા . જ્યારે 65 દર્દીઓ સાજા થતા તેમને હોમ આઈસોલેશનમાંથી મુક્તિ મળી હતી. રાજયમાં પણ કોરોનાની કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સાથે વડોદરામાં પણ કોરોનાના કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. પાલિકાની આરોગ્ય વિભાગની ટિમો દ્વારા મંગળવારે કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન 2154 સેમ્પલ લેવામાં આવ્યા હતાં.

જેમાંથીઅકોટા,અટલાદરા,બાપોદ,ભાયલી,છાણી,દિવાળીપુરા,ફતેહપુરા,ગોરવા,ગોત્રીગાજરાવાડી,હરણી,કપુરાઇ,મકરપુરા,સમામાણેજા,માંજલપુર,નવાયાર્ડ,નવીધરતી ,રામદેવનગર, શીયાબાગ, સુભાનપુરા,તાંદલજા,તરસાલી, વડસર,યમુનામીલ,રણોલી, ધનોરા, પાદરા,સોખડા,અસોજ,ટુંડાવ,વાઘોડીયા, થુવાવી,દશરથ,મંજુસર , ઇંદિરાનગર, અજોડ, સિસવા, પીલોલ અને ટીંબી માંથી 95 કેસ મળી આવ્યા હતા.જ્યારે 2059 કેસ નેગેટિવ નોંધાયા હતા. હાલ શહેરમાં 582 એક્ટિવ કેસ છે જેમાંથી 558 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે 24 દર્દીઓ દવાખાના માં સારવાર લઈ રહ્યા છે. જેમાંથી 4 દર્દી ઓક્સિજન પર છે અને 20 દર્દીઓ ઓક્સિજન વગર હળવા લક્ષણ ધરાવે છે અને હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. પૂર્વ ઝોનમાં 12, પશ્ચિમ ઝોનમાં 25 , ઉત્તર ઝોનમાં 15,દક્ષિણ ઝોનમાં 12 સહિત ગ્રામ્ય વિસ્તારમાં 31 મળી કુલ 95 કેસો મળી આવતા શહેર જિલ્લાના આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે.

Most Popular

To Top