Vadodara

બરોડા ડેરી ખર્ચમાં ઘટાડો કરી દૂધનો ભાવ ન વધારે: યોગેશ પટેલ

વડોદરા : પેટ્રોલ-ડીઝલ ના ભાવ વધારા બાદ હવે અમુલે દુધના ભાવમાં લિટર દીધ રૂપિયા બેનો વધારો કરતાં બરોડા ડેરી પણ દૂધના ભાવમાં વધારો કરે તેવી શક્યતાના પગલે ધારાસભ્ય યોગેશ પટેલનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, બરોડા ડેરી તેમના ખર્ચમાં ઘટાડો કરીને દૂધના ભાવ યથાવત સ્થિતિમાં રાખે. મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. પેટ્રોલ-ડીઝલ શાકભાજી ના ભાવ દિવસેને દિવસે આસમાને પહોંચી ગયો છે ત્યારે મધ્યમપદ વધુ એક બોજો પડી રહ્યય છૅ. ત્યારે અમુલે પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યા બાદ બરોડા ડેરીએ ભાવ વધારો કરતાં ધારાસભ્ય યોગેશ પટેલે તેનો વિરોધ કર્યો હતો.

ધારાસભ્ય યોગેશ પટેલ જણાવ્યું હતું કે વર્ષમાં બે વાર અમુલ ડેરી ભાવ વધારો કરે છે તેને લઈને દૂધધારાકોમાં ગુસ્સો આવે છે અને મધ્યમવર્ગ નું બજેટ ખોરવાય છે. બરોડા ડેરી સંચાલકોએ વહીવટમાં કરકસર કેરવાની જરૂર છે. બરોડા બેફામ રીતે ગેરરીતિ થઈ રહી છે ડેરીના ડિરેક્ટરોએ પોતાના મળતિયાઓને મફત શ્રીખંડ દૂધ, દહી, સહિત ની ચીજ વસ્તુઓ આપવાની બંધ કરવી જોઈએ. ડેરીના વહીવટથી બે જણા ખુશ નથી. ડેરીના ગ્રાહકો અને પશુપાલકો પણ તેનો વિરોધ કરી રહ્યો છે.

દૂધ આપનાર અને લેનાર બંને નારાજ છે જોકે આટલા વર્ષોથી ડેરી વહીવટ કરે છે તો શેની ડેરીમાં ખોટ જાય છે. દેશી બરોડા ડેરીએ દૂધના ભાવમાં વધારો કરવો જોઈએ નહીં.જો કે અગાઉ પણ બરોડા ડેરી વિવાદોમાં રહી છે . થોડા દિવસ અગાઉ બરોડા ડેરીમાં ડિરેક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે, પશુપાલકો ને ફેર ભાવ આપવામાં આવતા નથિ. પોતાના માનીતાઓને નોકરી પર લેવામાં આવે છે તેવા 14 મુદ્દા સહિત આક્ષેપ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર,કરજણ ના ધારાસભ્ય અક્ષય પટેલ અને વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ડેરી સામે વિરોધ નોંધાવ્યો હતો. જોકે ત્યારબાદ ખૂબ વિરોધ થયો હતો અને  સમાધાન પણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ યોગેશ પટેલે દુધના ભાવમાં વધારો કરાતાં આંદોલન પણ કર્યા છે અને જો ભાવ વધારો કરવામાં આવે તો શું યોગેશ પટેલ આંદોલન કરશે તે એક ચર્ચાનો વિષય છે.

Most Popular

To Top