બારડોલી : સુરત બારડોલી (Bardoli) રોડ ધુલિયા ચોકડી પાસે આવેલા એક વેફરના (Wafer) ગોડાઉનમાં (Godown) આજે વહેલી સવારે આગ (Fire) ફાટી નીકળી હતી.પળભરમાં જ આગે અતિ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કે આખે આખું ગોડાઉન આગની લપેટમાં આવી ગયું હતું.એટલુંજ નહિ આગની જ્વાળાઓ એટલા હદ સુધી ભયકંર હતી કે,ગોડાઉનની બાજુમાં આવેલ હોસ્પિટલ સુધી હીટ મહેસુસ થવા લાગી હતી.વિકરાળ આગમાં વેફરના ગોડાઉનમાં પાર્ક કરેલા 11 જેટલા ટેમ્પોને પણ લપેટમાં લઇ લીધા હતા. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાઈ હતી ઘટનાને પગલે સ્થળ પર ભારે ભયનો માહોલ ફેલાયો હતો ઘટના અંગે જાણ બારડોલી ફાયર વિભાગને કરવામાં આવતા જુદા જુદા ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
ગોડાઉનના પાર્કિંગ એરિયા સુધી આગ ફેલાઈ ગઈ હતી
ફાયર ફાયટરોએ આગ ઉપર કાબુ મેળવવાની જહેમત શરૂ કરી હતી ફાયર વિભાગના સૂત્રો પાસે મળતી માહિતી મુજબ સુરત બારડોલી રોડ ઉપર આવેલા ધુલિયા ચોકડી પાસે રાજ એજન્સી નામનું વેફરનું ગોડાઉન છે. આજે વહેલી સવારે ગોડાઉન બંધ હતું અને વેફર ભરેલા ટેમ્પા નજીકમાં આવેલ પાર્કિંગમાં પાર્ક કર્યા હતા આ ટેમ્પા માલ ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે નીકળવાના હતા પરંતુ તે પહેલા ગોડાઉનમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થવાની લીધે આગ મફાટી નીકળી હતી. ગોડાઉનમાં પ્લાસ્ટિકનો માલ સામાન હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. અને આખા ગોડાઉનને લપેટામાં લઈ લીધી હતું એટલું જ નહીં ત્યાં પાર કર્યા ટેમ્પો પણ આંખની જ્વાળાઓના ઘેરાવામાં આવી ગયા હતા.અને ભળભળ સરગવા લાગ્યા હતા. આગનું વિકરાળ સ્વરૂપ જોઈને ત્યાં હાજર લોકો ભારે નાસભાગ મચી ગઈ હતી. એટલું જ નહીં બાજુની હોસ્પિટલ હોવાથી સ્ટાફ સહીત દર્દીઓમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા કામરેજ,બારડોલી અને કડોદરા ફાયર સ્ટેશનમાંથી ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચતો હતો. અને આગને કંટ્રોલમાં લેવાની કવાયત હાથ ધરી હતી.
6 કલાક સુધી આગ ઓલવવા કવાયત ચાલી
ફાયર ઓફિસર પ્રવીણ પટેલે જણાવ્યું હતું કે છ કલાકની ભારે જમાત બાદ આગ કાબુમાં આવી હતી પરંતુ આગ એટલી ભયંકર હતી કે વેફરના માલ ભરેલા 11 ટેમ્પો તથા ગોડાઉન નો પતરા નો શેડ અને લોખંડના એંગલો શુદ્ધા પીગળી ગયા હતા અને બેન્ડ થઈ ગયા હતા ગોડાઉનમાં મોટા પ્રમાણમાં માલ સામાન મળી જવાની રીતે મોટું આર્થિક ઉપધાન થયું છે જોકે ઘટનામાં કોઈ જાનહાની થતા બધાએ રાહતનો અનુભવી હતી..
તકેદારી: હોસ્પિટલના દર્દીઓને શિફ્ટ કરાયા
ફાયર ઓફિસર પ્રવિણ પટેલે જણાવ્યું હતું કે આગ બહુ જ ભીષણ અને ભયંકર હતી ગોડાઉનમાં પણ મોટું નુકસાન થયું હતું જો કે ગોડાઉન ની બાજુમાં બારડોલી હોસ્પિટલ આવેલી છે હોસ્પિટલના પહેલા અને બીજે માળે આવેલા આઇપીઓર્ડ ના એસી હોવા છતાં હિટ મેસેજ થવા લાગી હતી ગોડાઉનમાં લાગેલી ભીષ્ણ આંખને પગલે હોસ્પિટલના વોર્ડ સુધી હિટ લાગતા તેનો સ્ટાફ બહાર દોડી આવ્યો હતો અને ગોડાઉનમાં લાગેલી આગ જોઈને તેઓ પણ ગભરાયા હતા જોકે સાવચેતીના ભાગરૂપે સ્ટાફ દ્વારા તાત્કાલિક દર્દીઓને હોસ્પિટલ ના અન્ય ભાગમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા.