બારડોલી: (Bardoli) બારડોલીના તેન ગામની (Ten Village) સીમમાં સાઈ રિવર સોસાયટીની (Society) સામેથી પસાર થતી મીંઢોળા નદીમાંથી (Mindhola River) 15 વર્ષીય તરુણીની લાશ (Dead Body) મળી આવી હતી. તરુણી ગાંધી રોડ (Gandhi Road) પર આવેલા આશિયાના નગરમાં રહેતી હોવાની ઓળખ થઈ હતી. તેણી વહેલી સવારે માતા અને તેનાં ભાઈ-બહેનોને ઘરમાં ગોંધી ક્યાંક નીકળી ગઈ હતી.
- બારડોલીની મીંઢોળા નદીમાંથી 15 વર્ષની તરુણીની લાશ મળી આવી
- માતા અને ભાઈ બહેનોને ઘરમાં પૂરી ગુમ થઈ ગઈ હતી
- તરુણી ગાંધી રોડ પર આવેલા આશિયાનાનગરમાં રહેતી હોવાની ઓળખ થઈ
પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે બપોરે બારડોલીના તેન ગામની સીમમાં આવેલી સાઈ રિવર સોસાયટી નજીકથી પસાર થતી મીંઢોળા નદીમાં કોઈ યુવતીની લાશ તણાઇ આવી હોવાની જાણ બારડોલી પોલીસને થતાં બારડોલી ટાઉન પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશ બહાર કાઢ્યા બાદ તેને પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા હતા. પોલીસે લાશની ઓળખ માટે તજવીજ હાથ ધરી હતી.
એ સમયે તલાવડી પર આવેલા વકીલની ઓફિસમાં આશિયાનાનગરમાં રહેતો દાઉદભાઈ નિઝામભાઈ ઔધંકર તેણી પુત્રી ગુમ થઈ હોવાની અરજી લખાવવા માટે આવ્યા હતા. ટેમ્પોમાં લાશ લઈ આવેલો ચાલક પણ તે સમયે ઓફિસમાં પહોંચ્યો હતો અને તેણે લાશનો ફોટો બતાવતા દાઉદભાઈએ આ તેમની જ પુત્રી હોવાની ઓળખ કરી હતી. તેમની પુત્રી સફિયા દાઉદ નિઝામ ઔધંકર (ઉં.વ.15) સોમવારે સવારે 8 વાગ્યે ઘરેથી ગુમ થઈ ગઈ હતી. તેણી તેની માતા અને ભાઈ-બહેનોને ઘરમાં પૂરીને જતી રહી હતી. ત્યારબાદ પરિવારજનોએ તેણી શોધખોળ આદરી હતી, પરંતુ કોઈ ભાળ ન મળતાં અંતે પોલીસને જાણ કરવાનું નક્કી કર્યું હતું. પરિવારજનોના જણાવ્યા અનુસાર તેમની પુત્રીની માનસિક હાલત સારી ન હતી. આથી તેણીએ આવું પગલું ભર્યું હોવાનું પોલીસને જણાવ્યુ હતું.
કડોદરાની જય ભારત મિલમાં આગ, 35 લાખનું નુકસાન
પલસાણા: કડોદરા નગર સ્થિત જય ભારત મિલમાં ગતરોજ પ્રિન્ટિંગ વિભાગની ૩ ઓફિસમાં અચાનક લાગેલી આગને કારણે અફરાતફરીનો માહોલ છવાયો હતો. ત્યારે સદનસીબે કોઇ જાનહાનિ થઈ ન હતી. પરંતુ ૩૫ લાખનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના કડોદરા નગર સ્થિત જય ભારત ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ પ્રા.લિ.માં એક્સપોર્ટ ખાતામાં અગમ્ય કારણોસ૨ અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે મિલમાં આવેલી ત્રણેય પ્રિન્ટિંગ ઓફિસોની ઉ૫૨ની છત ફર્નિચર, ૬ જેટલાં એરકન્ડિશનર, ૪ કોમ્પ્યુટર, એક પ્રિન્ટર તેમજ એક્સપોર્ટ ખાતામાં રાખવામાં આવેલાં ૩૭ જેટલાં અલગ અલગ એચ.પી.ના ઇન્વેટ૨વાયરિંગ તેમજ અન્ય ઇલેક્ટ્રિક સામાન મળી અંદાજે ૩૫ લાખનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. આ બનાવમાં સદનસીબે કોઇ જાનહાનિ થઈ ન હતી. આ અંગે કડોદરા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.