પલસાણા : બારડોલીની (Bardoli) માલીબા કોલેજ (Maliba College) માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની (student) કોલેજ થી ઘરે પોતાના મોપેડ ઉપર જતી હતી તે દરમિયાન બગુમરા પાટિયા પાસે પાછળ થી એક પીકઅપ ટેમ્પો ચાલકે ટક્કર (Hit By Tempo) મારતા વિદ્યાર્થીની નું ઘટના સ્થળે મોત (Death) નીપજ્યું હતુંપોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર હલધરું ગામે આવેલ શુભમ રેસિડેન્સી માં રહેતી દિશા ચકોરભાઈ દેશપાંડે (ઉ. વ. 19) બારડોલી માલીબા કોલેજ માં બીજા વર્ષ માં અભ્યાસ કરે છે અને રોજ પોતાની હીરો ડયૂટ મોપેડ ઉપર અવર-જવર કરતી હતી. આજરોજ બપોરે તે કોલેજ થી પોતાના ઘરે હલધરું જતી હતી તે દરમિયાન બગુમરા ગામ ની સીમમાં હલધરું પાટિયા તરફ વળવા ની કોશિશ કરતા પાછળથી પૂરઝડપે આવતા મહેન્દ્ર પીકઅપના ચાલકે વિદ્યાર્થીની દિશા દેશપાંડેને અટફેટ માં લઈ લેતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
દીકરીના મોત ના સમાચાર સાંભળી માતા-પિતા ઉપર આભ તૂટી પડ્યું
એક ની એક દીકરીના મોત ના સમાચાર સાંભળી પિતા ચકોરભાઈ અને માતા મેઘાબેન ઉપર આભ તૂટી પડ્યું હતું અને પોસ્ટમોર્ટમ રૂમ ઉપર માતા મેઘા બેને પોતાની એક ની એક દીકરી ને ડોક્ટર દ્વારા કાપકૂપી ના કરી પોસ્ટમોર્ટમ કરવાની ના પાડી હતી અને દીકરી પાસે બેસી ગઈ હતી પોલીસે બે કલાકની સમજાવટ બાદ પણ નહીં માનતા લેડી પોલીસ બોલાવી દિશાનું પોસ્ટમોર્ટમ કરાવી તેમના પરિવાર ને લાશ સોંપી હતી આ બનાવ અંગે પોલીસે અકસ્માત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઓલપાડ-કીમ રોડ ઉપર બાઈક સાથે ગાય અથડાતા એકનું મોત
દેલાડ : ઓલપાડ-કીમ રાજ્ય ધોરી માર્ગ ઉપર ઓલપાડની સીમના એક ફાર્મ સામેથી બાઈક સાથે અચાનક ગાય અથડાઈ હતી. જેથી સર્જાયેલા અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલા ભાદોલ ગામના ઈજાગ્રસ્ત મણિલાલ પટેલનું હોસ્પિટલમાં મોત નિપજ્ય હતુ.ઓલપાડના ભાદોલ ગામના સુખદેવ ભરતભાઇ રાઠોડ મજુરી કામ કરી ગુજરાન ચલાવે છે. ગત ગુરૂવારે સાંજે પોતાના બાઇક નં. જીજે-૦૫ એચ.પી-૪૨૦૩ લઇને ઓલપાડ-કીમ રોડ ઉપર જઈ રહ્યા હતા. આ સમયે તેની બાઇક પાછળ ભાદોલના મણીલાલ ભગવાનભાઇ પટેલ બેઠા હતા. તેઓ ઓલપાડ ગામની સીમમાં ધામેલીયા ફાર્મની સામેના રોડ ઉપરથી જઈ રહ્યા હતા, ત્યારે રોડ ઉપર ગાય સાથે અથડાતા સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો.
જેમાં મણીલાલ ભગવાનભાઇ પટેલ રોડ ઉપર પટકાતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી મણીલાલને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યુ હતુ. આ બાબતે સુરતમાં પરવત પાટીયા નજીકની સોસાયટીમાં રહેતા મનિષ પટેલે બાઇક સાલક ચાલક સુખદેવ ભરતભાઇ રાઠોડ વિરૂધ્ધ ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ઓલપાડ પોલીસ મથકના અ.હે.કો.વિક્રમસિંહ લાલુ કરી રહ્યા છે.