બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના ઇસરોલી ગામે ગાય પર કોઈએ એસિડ (Acid) ફેંકતાં ગંભીર રીતે દાઝી ગઈ હતી. બારડોલીની ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલફેરની ટીમે ઈલાજ કરી તેને ગૌશાળામાં (Gaushala) મોકલી આપવામાં આવી હતી. બે ગાય દાઝી જતાં સારવાર બાદ ગૌશાળા મોકલવામાં આવી હતી.
- બારડોલીના ઇસરોલી નજીક રખડતી ગાયો ઉપર કોઈએ એસિડ ફેંક્યો
- બે ગાય દાઝી જતાં સારવાર બાદ ગૌશાળા મોકલવામાં આવી
પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારે રાત્રિના સમયે ઈસરોલી ગામે ગેટ પાસે બેસતી તરછોડાયેલી ગાયો પર કોઈ વ્યક્તિ દ્વારા એસિડ નાંખવામાં આવ્યો હોવાની જાણ થતાં જ બારડોલીની ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટની ટીમ સ્થળ પર પહોંચી હતી. ત્યાં જઈને પ્રમુખ જતીન રાઠોડ અને તેમની ટીમે તપાસ કરતાં એક ગાયના વાછરડાના થાપા ઉપર એસિડ નાંખવાના કારણે ઊંડો ઘા પડી ગયો હતો. ફેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના સભ્યો અને ગ્રામજનોની મદદથી વાછરડાને પકડી એની સારવાર કરવામાં આવી હતી. ત્યાર બાદ અન્ય એક ગાય ખરાબ રીતે એસિડથી બળી જતાં શરીરની ચામડી ફાટીને બહાર નીકળી ગઈ હતી અને શરીર પર લોહી વહેતું હતું. એ ગાયની પણ સારવાર કરવામાં આવી હતી. ગ્રામજનોએ ગાયને નુકસાન પહોંચાડતાં તત્ત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. દરમિયાન ઈસરોલી ગામની સોસાયટીમાં રહેતા એક જીવદયાપ્રેમીએ ટેમ્પો બોલાવી એસિડથી પીડાતી ગાયોને ગૌશાળામાં મોકલી આપી હોવાનું જાણવા મળે છે.
ખોલવડ ભેંસના તબેલમાં ચાલુ લાઈને પાણીની પાઈપ અને મોટરનો વાયર પકડીને ખેંચવા જતા કરંટ લાગયા નેપાળી યુવાનનુ મોત
ખોલવડ તબેલામાં કામ કરતા નેપાળી યુવાન પાણીની મોટર બંધ થઈ જતા ચાલુ લાઈને પાઈપ અને મોટરનો વાયર પકડીને ખેચવા જતા અચાનક જ કરંટ લાગતા યુવાન નું મોત નીપજયુ હતું. મુળ નેપાળના અને હાલ સુરત જીલ્લાના કામરેજ તાલુકાના લસ્કાણા ખાતે આવેલા મહિડાનગરમાં મામાના ઘરે રહેતો અભીરલ ઉર્ફે છોટુ હીરાસીંગ સોકાયા(16) ખોલવડ ગામની સીમમાં એંજલ સોસાયટીની સામે જયેશભાઈ રત્નાભાઈ રબારીના ભેંસના તબેલામાં કામ કરતો હતો.શુક્રવારના રોજ સવારે 10.00 કલાકે ભેંસોને પાણી પીવડાવવા માટે પાણીની મોટર ચાલુ કરતા પાણી ન આવતા ચાલુ વીજપ્રવાહએ મોટર પાસે જઈને મોટરની પાઈપ અને મોટરનો વાયર પકડીને ખેચતો હતો.ત્યારે અચાનક જ કરંટ લાગતા નીચે પટકાયો હતો.બેભાનથઈ ગયો હતો.પાડોશમાં તબેલા ચલાવતા ઈસમે આખી ઘટના જોતા તુરંત જ દોડી આવીને મોટરની સ્વીચ બંધ કરી દીઘી હતી.તબેલાના માલિક જયેશભાઈને જાણ કરતા દોડી આવ્યા હતા.બેભાનથઈ ગયેલા અભીરલ ઉર્ફે છોટુને ખોલવડની દિનબંધુ હોસ્પીટલ ખાતે લઈ ગયા હતા.પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.જે અંગે કામરેજ પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.