બારડોલી: (Bardoli) બારડોલીના એક ગામમાં રહેતી બે સંતાનની માતા સાથે તેના દૂરના સંબંધી યુવકે બીભત્સ ફોટો વાયરલ કરવાની ધમકી (Threat) આપી બ્લેકમેલ (Blackmail) કરી બે વખત બળાત્કાર કરતાં પરિણીતાએ યુવક વિરુદ્ધ બારડોલી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. પોલીસે યુવક સામે બળાત્કારનો ગુનો નોંધી તેની અટક કરી છે.
- બારડોલીમાં બે સંતાનની માતાને બ્લેકમેઇલ કરી દૂરના સંબંધીએ બળાત્કાર ગુજાર્યો
- અશ્લીલ ફોટો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હતો
બારડોલીના એક ગામમાં રહેતી મિતાલી (નામ બદલ્યું છે) (ઉં.વ.33)ને તેના સમાજના જ અને દૂરના સંબંધી યુવક રમેશ ઉર્ફે રામુ લવમહારાજ મિશ્રા (રહે., સુરાલી, માર્કેટયાર્ડ ફળિયું, તા. બારડોલી, જિ.સુરત) સાથે મિત્રતા થઈ હતી. બંને વોટ્સએપના માધ્યમથી વિડીયો કોલ પર વાતચીત કરતાં હતાં. દરમિયાન રમેશે મિતાલીના બીભત્સ ફોટોના સ્ક્રીન શોર્ટ અને સ્ક્રીન વિડીયો લઈ લીધા હતા. ત્યારબાદ તેઓ વૈષ્ણોદેવી પ્રવાસે ફરવા માટે ગયા હતા ત્યારે ત્યાં પણ કોઈને બતાવવા નહીં એવી શરત સાથે બંનેએ અંગત પળોના ફોટો પાડ્યા હતા.
જે રમેશના મોબાઇલમાં હતા. રમેશે આ અંગત પળોના ફોટો વાઇરલ કરવાની ધમકી આપી મિતાલીને શારીરિક સંબંધ બાંધવા માટે માંગ કરી હતી. જો માંગણી પૂરી નહીં કરે તો ફોટો વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી. તેણીને શરીર સંબંધ બાંધવાની ના પાડતાં પતિના ફોનમાં ફોટો અને વિડીયો મોકલી દીધા હતા. આથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો પણ થયો હતો. ત્યારબાદ તેણીને મઢી બોલાવી હતી. જ્યાં રૂબરૂમાં જ ફોટો ડિલીટ કરવાની ખાતરી આપી હતી. મઢીમાં રમેશે તેના ઘરમાં જ મિતાલી સાથે બળજબરીથી બે વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા અને ફોટો ડિલીટ કર્યા ન હતા.
રમેશથી કંટાળી જઈ તા.2-11-22ના રોજ તેણીએ પોતાનો મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો. આથી રમેશે બંનેના બીભત્સ ફોટો મિતાલીના પતિ અને તેના પરિવારજનોને મોકલ્યા હતા. એક મહિના પહેલાં અન્ય નામે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેમાં રમેશે તેનો અને મિતાલીનો ફોટો મૂક્યો હતો અને બીભત્સ ફોટો પણ વાયરલ કર્યા હતા. આથી મિતાલીએ બારડોલી ગ્રામ્ય પોલીસનો સંપર્ક કરી રમેશ મિશ્રા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ આપતાં પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે આરોપીને ઝડપી લીધો છે.
રમેશે નવી ગાડી લેતાં મિતાલીએ અભિનંદન પણ પાઠવ્યાં હતાં
બંને એકબીજા સાથે વોટ્સએપ પર સંકર્પમાં આવ્યા હતા. રમેશે થોડા સમય પહેલાં નવી ગાડી લીધી હતી અને એ ગાડીનો ફોટો એક વોટ્સએપ ગ્રુપમાં મૂક્યો હતો, જેમાં મિતાલીએ કોંગ્રેચ્યુલેશનનો મેસેજ કર્યો હતો. આ મેસેજ બાદ બંનેએ એકબીજા સાથે વ્યક્તિગત વાતો કરવાની ચાલુ કરી હતી.