બારડોલી: (Bardoli) શહેર આચાર્ય તુલસી (Aachary Tulsi) માર્ગની (Roas) હાલત બિસ્માર થઈ ગઈ છે. ભર ચોમાસામાં ખોદકામ બાદ યોગ્ય પુરાણ નહીં કરતા રસ્તો ઉબડખાબડ થઈ જવાથી વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. બારડોલી નગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન આચાર્ય તુલસી માર્ગ પર વરસાદી પાણીની લાઈન માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. ભર વરસાદમાં કરવામાં આવેલી કામગીરીને કારણે રસ્તા પર ઠેરઠેર કાદવ કીચડ થઈ ગયો હતો. જોકે ચોમાસાના સમયે થોડું ઘણું કામ કર્યું હતું. ખોદકામ કરેલી જગ્યાએ માટી બેસી જતા રસ્તો ઉબડખાબડ થઈ ગયો હતો.
કામગીરીને કારણે રસ્તા પર ઠેરઠેર કાદવ કીચડ થઈ ગયો
ભર વરસાદમાં કરવામાં આવેલી કામગીરીને કારણે રસ્તા પર ઠેરઠેર કાદવ કીચડ થઈ ગયો હતો. જોકે ચોમાસાના સમયે થોડું ઘણું કામ કર્યું હતું. ખોદકામ કરેલી જગ્યાએ માટી બેસી જતા રસ્તો ઉબડખાબડ થઈ ગયો હતો. લોકોને ભારે હાલાકી પડવાની સાથે અકસ્માતની પણ સંભાવના સેવાઈ રહી છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ રસ્તાઓની હાલત બિસ્માર હોય વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પેચ વર્ક કરવામાં આવે તો વાહનચાલકોને મોટી રાહત થશે
બારડોલીના અગ્રણી કિશોર પાનવાલાએ જણાવ્યું હતું કે, આ ઉબડખાબડ રસ્તા અંગે અમે રજૂઆત કરી હતી. રજૂઆત બાદ કારોબારી ચેરમેન નિતીન શાહ દ્વારા તાત્કાલિક માટી નાખી પુરાણ કરાવવામાં આવ્યું હતું. પરંતુ આ પુરાણને જગ્યાએ ડામર નું યોગ્ય રીતે પેચ વર્ક કરવામાં આવે તો વાહનચાલકોને મોટી રાહત થશે.કારોબારી ચેરમેન નિતીન શાહે જણાવ્યું હતું કે, હાલ પુરાણ કરવામાં આવ્યું છે. સતત વરસાદને કારણે ડામરનું પેચ વર્ક કરવું હાલ યોગ્ય નથી. બે-ત્રણ દિવસ સતત ઉઘાડ રહે તો નગરના અલગ-અલગ વિસ્તારમાં પેચ વર્ક ની કામગીરી શરૂ કરવામાં આવશે. આ માટે ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે.