Entertainment

બપ્પી દા આટલું બધું સોનું કેમ પહેરતા હતા? તેની પાછળ છે રસપ્રદ કહાની, જાણો

મુંબઈ: બોલિવુડના મશહૂર સંગીતકાર બપ્પી લહેરીનું મંગળવારની રાત્રે 69 વર્ષની ઉંમરે દુ:ખદ નિધન થયું છે. કભી અલવિદા ના કહેના.. જેવું સુમધુર ગીત આપનાર આ સંગીતકારે દુનિયાને આખરી અલવિદા કહી દીધી છે. ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સંગીતકાર બપ્પી દાનું નામ હંમેશા યાદ રહેશે. તેઓએ 48 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં 500 ફિલ્મો માટે 5 હજારથી વધુ ગીતો આપ્યા છે. તેઓએ ગીતો કમ્પોઝ કરવા સાથે તેમના મધૂર કંઠથી ગાયા પણ છે. હિન્દી ઉપરાંત તેઓએ બંગાળી, તમિળ, તેલુગુ, મલયાલમ, કન્નડ, ગુજરાતી, મરાઠી, પંજાબી, ભોજપુરી અને આસામી ભાષા ઉપરાંત અંગ્રેજીમાં પણ ગીતો આપ્યા છે.

બપ્પી દા કિશોર કુમારને મામા કહેતા હતા
બપ્પી દા અને લિજેન્ડરી સિંગર કિશોરકુમાર વચ્ચે અનોખો સંબંધ હતો. બપ્પી દા તેમને મામા કહેતા હતા. આ જોડીએ અનેક સુમુધર ગીતો બોલિવુડને આપ્યા છે. 1987માં કિશોર કુમારના મૃત્યુ બાદ બપ્પી દા ઉદાસ થઈ ગયા હતા. તેઓએ જાહેરમાં કહ્યું હતું કે કિશોર મામા વિના હવે મને કામ કરવાનું ગમતું નથી. તેમના પિતાના સમજાવ્યા બાદ તેઓ ફરી સંગીત આપવા લાગ્યા હતા. ત્યાર બાદ શબ્બીર કુમારની સાથે તેઓએ ગૌરી હૈ કલાઈયા જેવું હીટ સોન્ગ આપ્યું હતું.

બપ્પી દાની જેમ તેમની પત્નીને પણ સોનાનો શોખ હતો
બપ્પી દા સોનાના ઘરેણાં પહેરવા માટે જાણીતા હતા. તેમને સોના ઉપરાંત ડાયમંડનો પણ શોખ હતો. જોકે, તેઓએ એકવાર કહ્યું હતું કે, તેમના સુરતા તેમની પત્નીને સોના-ડાયમંડનો વધુ શોખ છે. તેમની પત્ની ચિત્રા પાસે બપ્પી દા કરતા વધુ 967 ગ્રામ સોનું, 8.9 કિલો ચાંદી અને 4 લાખના ડાયમંડ હતા.

બપ્પી દા આટલું સોનું કેમ પહેરતા હતા?
બપ્પી દા એ એક ઈન્ટરવ્યૂમાં પોતાના ગોલ્ડ પ્રત્યેના શોખ પાછળનું કારણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેઓ અમેરિકન રોક્સ્ટાર એલ્વિસ પ્રેસલીના મોટા ચાહક હતા. એલ્વિસ તેમના પર્ફોમન્સ દરમિયાન સોનાની ચેન પહેરતા હતા. સંઘર્ષના દિવસોમાં બપ્પીએ એલ્વિસને જોઈને નક્કી કર્યું હતું કે જો તેઓ સફળ થશે તો અલગ ઓળખ બનાવશે. જ્યારે બપ્પી સફળ થયા ત્યારે તેઓએ એલ્વિસની જેમ સોનાની ચેઈન પહેરવાનું શરૂ કર્યું હતું. જે તેમની ઓળખ બની ગઈ હતી. આ શોખના લીધે જ ભારતમાં બપ્પી લહેરીને લોકો પ્રેમથી ગોલ્ડમેન કહેતા હતા. બપ્પા દા માનતા હતા કે ગોલ્ડ તેઓ માટે લક્કી છે.

Most Popular

To Top