સાપુતારા : ચૂંટણી (Election) દરમિયાન, રાજકીય પક્ષોના કાર્યકરો અને ઉમેદવારો તથા તેમના ટેકેદારો તરફથી ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવશે. પ્રચાર ઝુંબેશ અનુસંધાને ઉમેદવારો તથા તેમના કાર્યકરો દ્વારા જાહેર તથા ખાનગી મિલ્કત માલિકોની લેખિત પૂર્વ પરવાનગી લીધા વગર ચૂંટણીલક્ષી પ્રચારપત્રો ચોંડીને, સૂત્રો લખીને, નિશાનીઓ કે કૃતિઓ, પક્ષના પ્રતિકો કે ઉમેદવારોને ફાળવેલા પ્રતિકો ચીતરીને વગેરે દ્વારા સાર્વજનિક અને ખાનગી માલીકીના મકાનોની દિવાલો, રોડ-રસ્તા (Road) બગાડે નહીં તે માટે ભારતીય નિર્વાચન આયોગ દ્વારા રાજકીય પક્ષોં અને ઉમેદવારોના માર્ગદર્શન માટે બહાર પાડવામાં આવેલી આચાર સંહિતા મુજબ, કોઈ રાજકીય પક્ષો અથવા ઉમેદવારો પોતાના કાર્યકરને મકાનો, તાર કે વિજળીના થાંભલાઓ, વાહનો ઉપર ધ્વજદંડ ઉભા કરવા, બેનરો લટકાવવા, નોટીસ ચોંટાડવા, સુત્રો કે ઉમેદવારોને ફાળવેલ નિશાનોના પ્રતિકો લખવા વગેરે માટે માલિકની લેખિત અને પૂર્વ પરવાનગી વિના કોઈપણ વ્યક્તિની જમીન મકાન, કમ્પાઉન્ડ દિવાલ, જાહેર રોડ, રસ્તા વગેરેનો ઉપયોગ કરવા દેશે નહીં તેવી જોગવાઈ કરવામાં આવેલી છે.
- જાહેરહિતની માલ મિલ્કતને થતી હાની, વિકૃતિ, બગાડ અટકાવવા ડાંગ જિલ્લા મેજિસ્ટ્રેટનુ જાહેરનામુ
- આ હુકમ ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ ભારતનાં ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર
આ હુકમથી કોઈપણ વ્યક્તિ, સંસ્થા, ચૂંટણીના ઉમેદવારો અને કાર્યકરોને જાહેર અને ખાનગી માલીકોની લેખિત અને પૂર્વ પરવાનગી લીધા વિના જાહેર અથવા ખાનગી મિલ્કત ઉપર ચૂંટણીલક્ષી પ્રચારપત્રો ચોડીને, સૂત્રો લખીને, નિશાનો ચીતરીને દિવાલો બગાડવી નહી તેમજ કોઈ રાજકીય પક્ષ અથવા ઉમેદવાર કાર્યકરોને ધ્વજદંડ ઉભા કરવા, બેનરો લટકાવવા, નોટીસો ચોંટાડવા, સૂત્રો લખવા અથવા અન્ય કોઈપણ રીતે જાહેર અથવા ખાનગી મિલ્કત બગડે તેવી રીતે ચૂંટણી પ્રચાર કરવા વગેરે માટે માલીકની લેખિત અને પૂર્વ પરવાનગી લીધા વિના કોઈપણ વ્યકિતની જમીન મકાન, કમ્પાઉન્ડ, દિવાલ, વાહનો, રોડ-રસ્તા, વગેરેનો ઉપયોગ કરવો નહી કે બગાડવા નહી. આ હુકમ ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ ભારતનાં ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.