Business

બેંકો સતત 6 દિવસ બંધ રહેશે, ઓક્ટોબરના છેલ્લા 10 દિવસ રજાઓથી ભરેલા

નવી દિલ્હી: આ વર્ષે દિવાળીના (Diwali) તહેવારમાં બેંકોની (Bank) સતત 6 દિવસની રજા (Holiday) રહેશે. દિવાળીનો તહેવાર ઉંબરે છે અને ધનતેરસના દિવસે ખરીદી માટે લોકોનું લિસ્ટ લગભગ તૈયાર છે. ઘરથી માંડીને બજાર સુધી તહેવારોનો માહોલ જોવા મળે છે. તહેવારોની સિઝનમાં રજાઓ પણ પુષ્કળ હોય છે. પરંતુ જો તમે બેંકિંગ સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કર્યું નથી, તો તે કામ તમે જલ્દી પૂર્ણ કરી લેજો. કારણ કે આવતીકાલથી એટલે કે શનિવાર 22 ઓક્ટોબરથી બેંકો સતત 6 દિવસ બંધ રહેવાની છે. આ મહિનાના બાકીના 10 દિવસોમાંથી આઠ દિવસ દેશના વિવિધ ક્ષેત્રોમાં રજાઓ રહેશે. તેથી જો તમે દિવાળી પછી પણ બેંક જવા માટે ઘરની બહાર નીકળો છો, તો એકવાર કેલેન્ડર અવશ્ય તપાસજો.

દિવાળી અને ભાઈ દૂજ ઉત્સવ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના 21 ઓક્ટોબર પછીના રજાના કેલેન્ડર પર નજર કરીએ તો દિવાળી, ગોવર્ધન પૂજા અને ભાઈદૂજના અવસર પર બેંકો બંધ રહેવાની છે. જો કે, બેંક રજાઓ રાજ્યો અને શહેરોમાં બેંક રજાઓ અલગ અલગ હોય છે. ઘણા રાજ્યોના મુખ્ય તહેવારો પર, તે રાજ્યોમાં જ બેંકોમાં રજા હોય છે. આ સપ્તાહના શનિવાર અને રવિવાર સિવાય બેંકો સતત ચાર દિવસ બંધ રહેશે. શનિવાર અને રવિવારની રજાઓ સહિત સતત છ દિવસ બેંકો બંધ રહેશે.

બેંક રજાઓ યાદી

ઓનલાઈન બેંકિંગ સેવા ચાલુ રહેશે
તમને જણાવી દઈએ કે બેંકિંગ રજાઓ વિવિધ રાજ્યોમાં ઉજવાતા તહેવારો અથવા તે રાજ્યોમાં થતી અન્ય ઇવેન્ટ્સ પર પણ આધાર રાખે છે. ભલે તહેવારોની સિઝનમાં બેંકોની શાખાઓ બંધ રહે છે, પરંતુ આ દરમિયાન તમે બેંકિંગ સંબંધિત કામ ઓનલાઈન કરી શકો છો. આ સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે. તમે ઓનલાઈન બેંકિંગ દ્વારા કોઈપણ પ્રકારનો વ્યવહાર સરળતાથી કરી શકો છો. જો કે, એ પણ ધ્યાનમાં રાખો કે બેંકો મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે ખુલ્લી હોય છે. જો તમારી ઓફિસમાં શનિવારની રજા હોય, તો તમે આ દિવસે જઈને તમારું મહત્વપૂર્ણ કામ કરી શકો છો.

એટીએમ ખાલી જોવા મળી શકે છે
તહેવાર નિમિત્તે રાજ્યમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કેટલાક એટીએમમાં પૈસાની અછત જોવા મળી રહી છે. તહેવારના કારણે વેપારીથી લઈને સામાન્ય માણસ સુધી લોકો ટ્રાન્ઝેકન્શ કરતા હોય છે. જો કે તહેવારના કારણે એટીએમ પર ભારે અસર પડી શકે છે. તેથી જો તમારે દિવાળીમાં અરજન્ટ પૈસાની જરૂર હોય તો તમે પહેલાથી જ પૈસાની વ્યવસ્થા કરી શકો છો.

Most Popular

To Top