Dakshin Gujarat

‘એસ.બી.આઈ બેંકમાંથી બોલું છું’ કહી આધેડને મોબાઈલમાં યોનો એપ્લિકેશન અપડેટ કરાવ્યા બાદ…

નવસારી : એસ.બી.આઈ. (SBI) બેંકમાંથી (Bank) બોલું છું કહી વિજલપોરના (Vijalpore) આધેડ પાસેથી યોનો (Yono) એપ્લિકેશન (Application) અપડેટ કરવા બેંક ખાતાની માહિતી અને ઓટીપી (OTP) નંખાવી 1 લાખ રૂપિયા ટ્રાન્સફર (Transfer) કરાવી છેતરપિંડી (Fraud) કરતા મામલો જલાલપોર પોલીસ મથકે નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, મૂળ હિમાચલ પ્રદેશના સોલન જીલ્લાના બદ્દી તાલુકાના ગુલ્લરવાલા ગામે અને હાલ વિજલપોરના અશોકનગર સોસાયટીમાં નરેન્દ્રસિંહ રોશનલાલ ઠાકુર તેમના પરિવાર સાથે રહે છે. ગત 6ઠ્ઠીએ નરેન્દ્રસિંહના મોબાઈલ પર એક વ્યક્તિએ ફોન કર્યો હતો. તેમણે એસ.બી.આઈ. બેંક નોઇડાથી અશોક શર્મા બોલું છું તેમ કહી વાતચીત શરૂ કરી હતી. ત્યારે અશોક નામના વ્યક્તિએ નરેન્દ્રસિંહને તેમના મોબાઈલ નંબર ઉપર એક લિંક મોકલી હતી.

જે લિંક દ્વારા યોનો એપ્લિકેશન નંખાવી હતી. જે એપ્લિકેશન અપડેટ કરવાનું કહી તેમાં નરેન્દ્રસિંહના બેંક ખાતાની માહિતી અને ઓટીપી નંખાવ્યો હતો. ત્યારબાદ અશોક નામના વ્યક્તિએ નરેન્દ્રસિંહના બેંક ખાતામાંથી 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. જેથી નરેન્દ્રસિંહને છેતરપિંડી થઇ હોવાનું જણાયું હતું. આ બનાવ અંગે નરેન્દ્રસિંહે જલાલપોર પોલીસ મથકે અશોક શર્મા નામના વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. એ.એન. ચૌધરીએ હાથ ધરી છે.

દા.ન.હ.માં એક વર્ષમાં ચોરાયેલા અને ચીલ ઝડપ કરાયેલા 42 લાખના 295 મોબાઈલ સાથે 22ની ધરપકડ
સેલવાસ-દમણ – : સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી પોલીસે એક વર્ષની અંદર ચોરાયેલા અને ચીલ ઝડપ કરાયેલા રૂપિયા 42 લાખના 295 જેટલા મોબાઈલ ફોનની રિકવરી કરી છે. અને મોબાઈલ ચોરીના કેસમાં 22 થી વધુ આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરી છે. દાનહ પોલીસ વિભાગના એસ.પી. હરેશ્વર સ્વામીના નેજા હેઠળ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશ્યલ બ્રાન્ચ અને આઈ.ટી. સેલના પોલીસ અધિકારીઓની એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે.

જેમણે 21 ફેબ્રુઆરી-2021 થી પ્રદેશના વિવિધ વિસ્તારોમાંથી ચોરાયેલા, છીનવાયેલા કે અન્ય રીતે ગુમ થયેલા વિવિધ બ્રાન્ડના મોબાઈલ ફોનને ડિજિટલ સર્વેલન્સ અને ઇન્ટેલિજન્સના માધ્યમનો ઉપયોગ કરીને આવા મોબાઈલ ફોનને ટ્રેસ કરવામાં સફળતા મેળવી છે. જેમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ, તામિલનાડુ અને વેસ્ટ બંગાળ સહીતના અન્ય રાજ્યોમાંથી વિવિધ બ્રાન્ડનાં મોબાઈલ ફોનને પોલીસે કબ્જે કર્યા છે. જેમાં પ્રથમ 13 એપ્રિલ-2021 ના રોજ રૂપિયા 15 લાખના 295 મોબાઈલ, 23 જૂલાઈ-2021 ના રોજ 13.40 લાખ રૂપિયાના 102 મોબાઈલ તથા 31 માર્ચ-2022 ના રોજ રૂપિયા 13.60 લાખના 90 મોબાઈલ મળી અત્યાર સુધીમાં 42 લાખ રૂપિયાના 295 જેટલા મોબાઈલ ફોન કબ્જે કર્યા છે. સાથે અત્યાર સુધીમાં 22 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે.

જેમાં 5 જેટલા આરોપીઓ આવા ગુનામાં અનેકવાર જેલવાસ ભોગવી ચુક્યા છે. ત્યારે દાનહ પોલીસ આગામી દિવસોમાં મોબાઈલ ફોનના માલિકોનો સંપર્ક કરી તેમને તેમના ચોરાયેલા મોબાઈલ સુપરત કરવાની કાર્યવાહી કરશે. તથા આવા ચોરાયેલા મોબાઈલ ફોનને શોધવા તથા તેમના આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવાની જે પ્રશંસનીય કાર્યવાહી જે પોલીસ કર્મીએ કરી છે તેમને પુરસ્કારથી સન્માનિત પણ કર્યા છે.

Most Popular

To Top