Sports

ડેબ્યુના 12 વર્ષ બાદ ફરી ટેસ્ટ મેચ રમતા જયદેવ ઉનડકટના નામે અનોખો રેકોર્ડ બન્યો

મીરપુર: બાંગ્લાદેશના (Bangladesh) મીરપુરમાં (Mirpur) રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં (INDvsBAN Second Test) ભારતીય બોલર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) અને ઉમેશ યાદવની (Umesh Yadav) ધારદાર બોલિંગ સામે બાંગ્લાદેશના બેટ્સમેનો ઘૂંટણિયે પડ્યા હતા. પહેલી ઈનિંગમાં આખી બાંગ્લાદેશની ટીમ 227 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ મોમિનુલ હકે 84 રન બનાવ્યા હતા, જ્યારે નઝમુલ હુસૈને 24 અને લિટન દાસે 25 રન બનાવ્યા હતા. ભારતના અનુભવી ફાસ્ટ બોલર ઉમેશ યાદવ અને ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વીને 4-4 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશની પ્રથમ ઈનિંગ 73.5 ઓવરમાં 227 રન પર સમેટાઈ ગઈ હતી. દિવસના અંતે વિકેટ ગુમાવ્યા વિના ભારતે 19 રન બનાવ્યા છે. હજુ ભારત 208 રન પાછળ છે.

ઉનડકટને ડેબ્યુના 4385 દિવસ બાદ પહેલી ટેસ્ટ વિકેટ મળી
જયદેવ ઉનડકટનું (Jaydev Unadkat) ફરીથી ટેસ્ટ ક્રિકેટ રમવાનું સપનું આખરે સાકાર થયું છે. ભારત અને બાંગ્લાદેશ (IND vs BAN) વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ઉનડકટને તક મળી છે. ઉનડકટે 12 વર્ષ પછી ફરી એકવાર ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો છે. 31 વર્ષીય સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે અગાઉ ડિસેમ્બર 2010માં સેન્ચુરિયન ખાતે દક્ષિણ આફ્રિકા સામે એકમાત્ર ટેસ્ટ રમી હતી. જોકે મેચમાં તેને એક પણ વિકેટ મળી ન હતી. તે ટીમમાં સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગ જેવા દિગ્ગજ ખેલાડીઓ રમતા હતા. પ્લેઈંગ-11માં રાહુલ દ્રવિડ પણ હતા. હવે દ્રવિડ ટીમ ઈન્ડિયાનો કોચ છે. એટલે કે ઉનડકટ અને દ્રવિડ પ્લેઈંગ-11માં એકસાથે ટેસ્ટ રમ્યા છે. હવે બંને આ ટેસ્ટમાં કોચ અને ખેલાડી તરીકે દેખાઈ રહ્યા છે.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

12 વર્ષ પહેલાં જ્યારે જયદેવ ઉનડકટે ડેબ્યુ કર્યું હતું ત્યારે તેને વિકેટ મળી નહોતી. અને હવે 12 વર્ષ પછી બાંગ્લાદેશ સામે ટેસ્ટ રમતી વખતે ઉનડકટને તેની પહેલી ટેસ્ટ વિકેટ મળી છે. ડેબ્યુના 4385 દિવસ બાદ ઉનડકટને તેની પહેલી વિકેટ મેળવવામાં સફળતા મળી છે. ઉનડકટે બાંગ્લાદેશના ઓપનર ઝાકીર હુસેનને આઉટ કર્યો હતો. ઝાકીરનો કેચ સ્લીપમાં કે.એલ. રાહુલે પકડ્યો હતો. આ ભારતીય ટીમની આજની પહેલી વિકેટ હતી. પહેલી ઈનિંગમાં ઉનડકટે કુલ બે વિકેટ લીધી હતી. ઝાકીર ઉપરાંત મુશ્ફિકુર રહેમાનને આઉટ કર્યો હતો. ઉનડકટની વિકેટનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો તેના કમિટમેન્ટની પ્રશંસા કરી રહ્યાં છે.

સૌથી લાંબા બ્રેક બાદ બીજી ટેસ્ટ મેચ રમવાના મામલે ઉનડકટે રેકોર્ડ બનાવ્યો
સૌથી લાંબા બ્રેક બાદ બીજી ટેસ્ટ મચે રમવાના મામલે જયદેવ ઉનડકટે રેકોર્ડ બનાવ્યો છે. તે 118 ટેસ્ટ મેચ બાદ તેની બીજી ટેસ્ટ મેચ રમ્યો છે. આ મામલે તે વિશ્વનો બીજો ખેલાડી બન્યો છે. પહેલાં નબરે ગેરેથ બેટી છે. જેને 142 ટેસ્ટ બાદ બીજી ટેસ્ટ મેચ રમવાી તક મળી હતી. 12 વર્ષ પહેલાં જયદેવ ઉનડકટ દક્ષિણ આફ્રિકા સામે તેની પહેલી ટેસ્ટ મેચ રમ્યો હતો ત્યાર બાદ આજે બાંગ્લાદેશ સામે તે બીજી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. આ બે ટેસ્ટ મેચ વચ્ચે કુલ 118 ટેસ્ટ મેચ રમાઈ ચુકી છે.
ગેરેથ બેટી અને જયદેવ ઉનડકટ ઉપરાંત આ યાદીમાં માર્ટીન ગપ્ટીન (114), ફ્લોઈડ રીફર (109), યુનુસ અહમદ (104), ડેરને શેકલટન (103) અને દિનેશ કાર્તિક (87) નો સમાવેશ થાય છે.

Most Popular

To Top