બનાસકાંઠા: બનાસકાંઠામાં (Banaskantha) ધૂળેટીની વહેલી સવારે વાવ (Vav) વિધાનસભા (MLA) વિસ્તારના ગેનીબેન ઠાકોરે જનતા રેડ કરી હતી. તે દરમિયાન દારૂનો જથ્થો (Alcohol) લઇ જતો આરોપી ઝડપાયો હતો. જનતા રેડમાં વાવ કોંગ્રેસના એમએલએ ગેનીબેન સમર્થનમાં થરાદ એમએલએ ગુલાબસિહ રાજપૂત દિયોદર, એમએલએ શિવાભાઇ ભુરિયા તેમજ જિલ્લા કોંગ્રેસના અન્ય આગેવાનો પણ જોડાયા હતા. આ જનતા રેડના સમયે તેમના મત વિસ્તારમાંથી આરોપીને દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમજ આ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. આરોપી રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ જથ્થા લાવી રહ્યો હતો. ત્યારે આ મામલો હવે ગરમાયો છે.
પોલીસ તપાસ બાદ આ મામલામાં દારૂ બુટલેગરે ફરિયાદ નોંધાવી હતી કે તેને જનતા રેડના સભ્યો પૈકીના ગેનીબેનના બે સમર્થકો પ્રધાનજી ઠાકોર અને બાલજી ઠાકોરે માર માર્યો હતો. તેમજ તેને બંદી પણ બનાવ્યો હતો. આવા આક્ષેપોવાળી ફરિયાદ કરતાં હાલ સરકાર અને કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો આમનો સામનો થયો છે. જનતા રેડમાં ઝડપાયેલ બુટલેગર દ્વારા કબુલાયું હતું કે તે દારૂ લઈને રાજસ્થાનથી ગુજરાતમાં આવી રહ્યો હતો. ત્યાથી તે ગુજરાતમાં દારૂની ખેપ લગાવતો હતો. હવે આ તમામ બાબત એક નવા વળાંક પર પહોંચી ગઇ છે. આરોપીએ પણ ફરીયાદ નોંધાઇ છે. જનતા રેડ કરનાર ગેનીબેન સમર્થક બે વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસે ફરીયાદ નોંધી છે. આમ હવે આ મામલામાં દારૂ વેચાણ કરતો આરોપી એક ફરીયાદમાં ફરિયાદીતો બીજી ફરીયાદમાં આરોપી બન્યો છે. જો કે ગેનીબેન આ ફરીયાદને ચોરી પર સીના ઝોરી ગણાવી રહ્યા છે.
જનતા રેડમાં દારૂ ઝડપાવાના સમગ્ર મામલામાં હાલ પોલીસ બચાવ ભૂમિકામાં છે. પોલીસે બુટલેગર વિરુદ્ધ ફરિયાદ તો નોંધી છે. બુટલેગરનો બચાવ થાય તે રીતે બે લોકો વિરુદ્ધ તેને માર મારવામાં તેમજ બંધક બનાવ્યાનો આક્ષેપ કરતી ફરીયાદ પણ નોંધવામાં આવી છે. લોકો કાયદો હાથમાં ના લઇ શકે પછી ભલે કોઈપણ વ્યક્તિ ગુનેગાર હોય. આ વાત ધ્યાનમાં લેતા તે મતલબના મેસેજ સાથે પોલીસે બુટલેગરને ફરિયાદી પણ બનાવ્યો છે. દારૂના કેસમાં ઝડપાયેલા આરોપી એક કેસમાં આરોપી છે જ્યારે અન્ય કેસમાં ફરિયાદી થયો છે. કોંગ્રેસે તેની સાથે સ્થાનિક થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત તેમજ દિયોદરના ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા સહિતના નથાભાઇ પટેલ તથા કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા હતા. તે રીતે બનાસકાંઠામાં જનતા રેડનો આ મામલો ભારે ગરમાયો છે.