બનાસકાંઠાના (Banaskantha) દાંતીવાડા ડેમમાં (Dam) એક પરિવારના ચાર સભ્યોએ આપઘાત (Suicide) કર્યો હતો. દાંતીવાડા ડેમમાં પરિવારના 4 સભ્યોએ ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું. 2 સંતાનો સાથે સાસુ-વહુએ દાંતીવાડા ડેમમાં મોતને વ્હાલું કર્યું હતું. પતિ અને સસરાનાં ત્રાસથી ચારેય લોકોએ આ પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના પાલપુરના નાની ભટામલ ગામે રહેતી વહૂએ તેનાં બે સંતાનો અને સાસુ સાથે દાંતીવાડા ડેમમાં ઝંપલાવી સામૂહિક આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. સાસુ,વહુ, દીકરી અને દીકરાએ આપઘાતનું પગલું ભર્યું હતું. કહેવાય છે કે મહિલા તેનાં સાસુ અને બે સંતાનોએ પરિણીતાના પતિ અને સસરાના ત્રાસથી આ કામ કર્યું છે. પતિ અને સસરા શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાનું સામે આવ્યું છે. આ બનાવ બાદ સ્થાનિકોએ ડેમમાંથી ચારેય લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે અને પોલીસને સોંપ્યા છે.
બે મહિલા અને બે બાળકોએ આપઘાત કરી લેતા પોલીસ સક્રીય થઈ છે. સમગ્ર બનાવના પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથધરી છે. જો કે હજુ સુધી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યાં હતાં. તેમજ સમગ્ર દાંતીવાડા પંથકમાં અરેરાટી વ્યાપી વ્યાપી ગઈ હતી.