Gujarat

બનાસકાંઠા – સાબરકાંઠામાં વરસાદનું જોર, દાંતીવાડામાં સવા પાંચ ઈંચ વરસાદ

ગુજરાત પર સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હાલમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને છોટા ઉદેપુર તરફ જોવા મળી રહી છે. બીજુ બાજુ રાજયમાં આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં બનાસકાંઠાના દાંતીવાડામાં સવા પાંચ ઈંચ વરસાદ થયો છે. જયારે સરેરાશ 53 તાલુકાઓમાં વરસાદ થયો હતો.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, દાંતીવાડામાં સવાપાંચ ઇંચ ઉપરાંત ધાનેરામાં 2 ઇંચ, સાબરકાંઠાનામાં પોશીનામાં પોણા બે ઇંચ, નર્મદાના સાગબારામાં પોણા બે ઇંચ, અંકલેશ્વરમાં દોઢ ઇંચ, ઈડરમાં દોઢ ઇંચ. હિમંતનગરમાં સવા ઇંચ, બનાસકાંઠાના વડગામમાં સવા ઇંચ, ખંભાતમાં સવા ઈંચ, અને પડધરીમાં એક ઈંચ વરસાદ થયો છે.

રાજયમાં છેલ્લા 24 કલાકમા 81 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં ખાસ કરીને સુરતના પલસાણામાં પોણા પાંચ ઈંચ વરસાદ થયો હતો.
ચોમાસાની મોસમમાં રાજયમાં સરેરાશ 81.91 ટકા વરસાદ થયો છે. જેમા કચ્છમાં 87.56 ટકા , ઉત્તર ગુજરાતમાં 65.26 ટકા , મધ્ય- પૂર્વ ગુજરાતમાં 73.40 ટકા , સૌરાષ્ટ્રમાં 92.45 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 82.21 ટકા વરસાદ થયો છે.

Most Popular

To Top