ગુજરાત: રાજયમાં છેલ્લાં કેટલાય સમયથી અકસ્માતથી (Accident) ઘટનામાં વધારો થયો છે. આવો જ એક અકસ્માત બનાસકાંઠા નજીક થયો હતો. આ અકસ્માતમાં 3 લોકોનાં ધટના સ્થળે જ કમકમાટીભર્યા મોત (Death) થયાં હતાં. જયારે બીજી તરફ એકની હાલત ગંભીર હોવાથી તેને હોસ્પિટલ સારવાર હેઠળમાં આવ્યો હતો જો કે તેનું પણ સારવાર દરમ્યાન મોત થયું હતું. અકસ્માત કાર (Car) તેમજ ટ્રેલર વચ્ચે થયો હતો. અકસ્માત એટલો ભયંકર રીતે થયો હતો કે કારની હાલત જોઈ શકાય તેમ ન હતી. કારનો કચ્ચરઘણ થઈ ગયો હતો. જો કે પોલીસને (Police) ઘટનાની જાણ થતાં પોલીસ પણ ધટના સ્થળે આવી પહોંચી હતી.
- બનાસકાંઠાના કાંકરેજના થરા-રાણકપુર નજીક એક ટ્રેલર તેમજ કિયા કાર વચ્ચે જોરભર અકસ્માત થયો
- કારમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં
મળતી માહિતી મુજબ બનાસકાંઠાના કાંકરેજના થરા-રાણકપુર નજીક એક ટ્રેલર તેમજ કિયા કાર વચ્ચે જોરભર અકસ્માત થયો હતો. જેના કારણે કારમાં સવાર ચાર લોકોના ઘટન સ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં હતાં. અકસ્માત થયાની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યાં હતાં. તેમજ ધટના અંગે પોલીસ તેમજ એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે કારમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જેમાંથી 1ની હાલત ગંભીર હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો કે તેનુ પણ સારવાર દરમ્યાન મોત થયું હતું. પોલીસ તપાસ દરમ્યાન અકસ્માત કેવી રીતે થયો તેની જાણકારી સામે આવી નથી. પોલીસે વઘુ તપાસ હાથ ધરી છે.
અકસ્માત થયા પછી કારનો કચ્ચરઘણ થઈ ગયો હતો. કારની હાલત જોવા લાયક ન હતી. કારનું પડીકું વળી ગયું હતું. કારની હાલત જોયા પછી એમ કહી શકાય કે કૈરમાં સવાર એક પણ વ્યકિત બચી શકે તેવી હાલત ન હતી. જાણકારી મળી આવી છે કે પોલીસે અકસ્માત કરનારા ટ્રેલરને પકડી પાડયું છે.