દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ વિવિધ કાર્યકમો સરકાર દ્વારા ઉજવવામાં આવી રહ્યા છે. સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પોંહચાડવા છતાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાની તૈયારી છે, ત્યારે દેશમાં જે વિકાસ થઈ રહ્યો છે તેના ઉપર નજર કરીએ તો તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ ધનિકોની સંખ્યામાં વધારો થયો પણ એવું જોવા નથી મળતું કે ગરીબમાંથી કેટલા ધનિક બન્યા કે મોટા મોટા પ્રોજેક્ટમાં તેમની કેટલી ભાગીદારી? હા, ઊંચી ઇમારતો ઉભી કરવામા શ્રમદાન ખરું. ગુજરાતમિત્ર દૈનિક તારીખ 04-06-22ના તંત્રી લેખમાં આ અંગે સૂચક જ ઉલ્લેખ છે કે દેશમાં ભૌતિક સુખના સાધનો વધ્યા, પરંતુ સાથે ગરીબી પણ વધી. ગ્રામ્ય સ્તરે 33 %, શહેરમાં 8 % તથા દેશના બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં હજુ ગરીબી છે. ગરીબીને દૂર કરવાનું આયોજન સરકાર તરફથી કરવામાં આવે પણ તે ફક્ત હવે સહાય આપવા પૂરતું મર્યાદિત રહેશે તો તો પછી ગરીબો વધતા જ રહેવાના અને આવકની અસમાનતાની ખાઈ વધુ પોહળી થવાની. ગરીબો, મધ્યમ અને તમામ વર્ગના લોકોને ફક્ત બે સમયનું ભોજન મળે તે પૂરતું નથી. તેઓની ઊંચી કારકિર્દીની સાથે ધનિકો જેવી વેપાર કરવાની ભાવના ઉભી કરવી પડે તો જ અસમાનતા દૂર થઈ શકશે. ધનિકો વધે એટલો ફાયદો અન્યને રોજગારી મળે અને દેશને ફાયદો જ, પણ ગરીબમાંથી પણ કોઈનો ધનવાનની યાદીમાં સમાવેશ થાય તો સોનામા સુગંધ ભળી જાય.
સુરત – ચંદ્રકાન્ત રાણા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.