National

બહરાઇચ હિંસા: રામ ગોપાલ મિશ્રાની હત્યાના આરોપી સરફરાઝ અને તાલિબનું એન્કાઉન્ટર, પગમાં ગોળી વાગી

ઉત્તર પ્રદેશના બહરાઈચમાં પાછલા દિવસોમાં ભારે હિંસા થઈ હતી. આ હિંસાના બે આરોપી સરફરાઝ અને તાલિબનું પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. આરોપીઓ નેપાળ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ સાથે જ અન્ય એક આરોપી કામિલને પણ ગોળી વાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. હાલ બંને આરોપીઓ ઘાયલ હોવાનું કહેવાય છે. ADG કાયદો અને વ્યવસ્થા અમિતાભ યશે કહ્યું કે હજુ સુધી જાનહાનિ વિશે કોઈ માહિતી નથી પરંતુ પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવાયા છે. જણાવી દઈએ કે બહરાઈચમાં દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન પથ્થરમારો અને ફાયરિંગમાં રામ ગોપાલ મિશ્રા નામક યુવકના મોત બાદ હિંસા ફાટી નિકળી હતી.

બહરાઈચના મહસીના મહારાજગંજ વિસ્તારમાં સ્થિતિ હવે સામાન્ય થઈ ગઈ છે પરંતુ આ પહેલા અહીં ભારે હિંસા થઈ હતી. દરમિયાન ગુરુવારે પોલીસ અને STFએ રામ ગોપાલ મિશ્રાની હત્યાના આરોપીઓનું એન્કાઉન્ટર કર્યું હતું. કહેવાય છે કે બંને આરોપીઓએ નેપાળ તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી તેમની અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. આ પહેલા બુધવારે યુપી પોલીસે આ કેસમાં અન્ય એક આરોપી દાનિશની પણ ધરપકડ કરી હતી. આ કેસમાં ચોથા આરોપી મોહમ્મદ દાનિશ ઉર્ફે રાજા ઉર્ફે સાહિરની બુધવારે સાંજે 4 વાગ્યે રાજી ચોક પરથી ધરપકડ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દુર્ગા પૂજાની મૂર્તિ વિસર્જન દરમિયાન પથ્થરમારો અને હિંસા થઈ હતી.

રામ ગોપાલ મિશ્રાની હત્યા બાદ બહરાઈચમાં હિંસા ફેલાઈ હતી. ટોળા દ્વારા મોટા પાયે તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. ટોળાએ ઘરો, દુકાનો, શોરૂમ, હોસ્પિટલો, વાહનો વગેરેને આગ ચાંપી દીધી હતી જેના પગલે બહરાઇચ પોલીસે અનેક અજાણ્યા અને કેટલાક જાણીતા વ્યક્તિઓ સામે અનેક FIR નોંધી હતી. પોલીસે આ વિસ્તારમાં દરોડા પાડીને અત્યાર સુધીમાં 55 શકમંદોની ધરપકડ કરી છે.

બહેને કહ્યું- ગઈકાલે પોલીસ તેને લઈ ગઈ હતી
બહરાઈચમાં રામ ગોપાલ મિશ્રા પર ગોળીબારના આરોપી મકાનમાલિક અબ્દુલ હમીદની પુત્રી રુખસાર જણાવે છે કે ગઈકાલે 4 વાગ્યે મારા પિતા અબ્દુલ હમીદ, મારા બે ભાઈ સરફરાઝ, ફહીમ અને તેમની સાથે અન્ય એક યુવક હતો. યુપી એસટીએફ દ્વારા તેઓને લઈ જવામાં આવ્યા હતા. મારા પતિ અને મારા દેવરને અગાઉ ઉપાડવામાં આવ્યા છે પરંતુ તેમના વિશે કોઈ પોલીસ સ્ટેશનમાંથી કોઈ સમાચાર ઉપલબ્ધ નથી. અમને ડર છે કે તેમનું એન્કાઉન્ટર કરીને તેમને મારી નાખવામાં આવશે. તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોતાના પરિવારની સુરક્ષા માટે અપીલ કરી છે.

આરોપીઓ નેપાળ ભાગી જવાની યોજના બનાવી રહ્યા હતા
રામ ગોપાલ મિશ્રાની હત્યા કરનાર આરોપી સરફરાઝ સાથે ગુરુવારે પોલીસ એન્કાઉન્ટર થયું હતું. મુખ્ય આરોપી રિંકુ ઉર્ફે સરફરાઝ અને તાલિબને પોલીસ એન્કાઉન્ટરમાં ગોળી વાગી હતી. મુખ્ય આરોપી સરફરાઝ નેપાળ ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો. આ દરમિયાન આ એન્કાઉન્ટર નેપાળ બોર્ડર પાસે હાંડા બસેહરી કેનાલ પાસે થયું હતું.

બંને આરોપીઓ તેમના સંબંધીઓ સાથે નેપાળ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બંનેએ એસટીએફ અને પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો. બંને આરોપીઓ નેપાળની ખુલ્લી સરહદેથી બાઇક પર જઇ રહ્યા હતા. ત્યારબાદ પોલીસે જવાબી કાર્યવાહી કરી અને આ દરમિયાન બંને આરોપીઓને પોલીસે ગોળી મારી દીધી. મળતી માહિતી મુજબ આરોપીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આરોપી નેપાળ સાથે કનેક્શનનો ઈતિહાસ પણ ધરાવે છે. યુપી પોલીસ અને એસટીએફ પણ આ મામલે નેપાળના અધિકારીઓના સંપર્કમાં હતા.

Most Popular

To Top