ઈરાક : ઈરાકની રાજધાની બગદાદ (Bagdad) નજીક લગભગ 238 કિમી દૂર તેલથી સમૃદ્ધ એવા શહેર કિર્કુકમાં (Kirkuk) ફેડરલ પોલીસ કર્મચારીઓના કાફલા પર બોમ્બથી (Bomb) હુમલો થયો હતો. અહી થયેલા બોમ્બ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા આઠ ફેડરલ પોલીસકર્મીઓના (Federal Policeman) મૃત્ય (Death) થયા હોવાના સમાચાર સામે આવ્યા છે .જેની માહિતી સ્થાનિક સંરક્ષણ સુત્રોએ આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે વિસ્ફોટ સફ્રા ગામની નજીક થયો હતો જે કિર્કુકથી લગભગ 30 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં આવેલું એક શહેર છે .આ બોમ્બ બ્લાસ્ટમાં 8 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા ઉપરાંત બે કર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
2017 માં ISIS એ વિસ્તાર ઉપર કબજો જામવી લીધો હતો
ઉલ્આલેખનીય છે કે આ વિસ્તારમાં ISISના આતંકીઓ સક્રિય છે. જો કે હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. ડિસેમ્બર 2017 માં ISIS એ વિસ્તાર ઉપર કબજો જામવી લીધો હતો . અને ત્યારથી આ જૂથે એક સમયે દેશના સૌથી મોટા ભાગ પર તેની હુકુમત ચલાવતી આવી છે.
પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી હુમલો, 4 સૈનિકોના મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકી હુમલો થયો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. અહી આંતવાદીઓએ એક પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું હતુ. આ હુમલામાં અત્યાર સુધીમાં ચાર જવાનોના મોત થયા હોવાની પુષ્ટી કરાઈ રહી છે. હાલમાં જ સ્થાનીય અધિકારીઓ દ્વારા આ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પરંતુ આતંકવાદીઓ દ્વારા તેને નિશાન બનાવવામાં આવ્યું હતું. અને ત્યારબાદ અહી એક મોટો હુમલો આંતકીઓ દ્કવારા કરવામાં આવ્યો છે. અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી પરંતુ અહેવાલો સામે છે કે તેની પાછળ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનો હાથ છે.
આંતક વાદીઓ રોકેટ લોન્ચર પણ લાવ્યા હતા
આતંકીઓ પોતાની સાથે ખતરનાક હથિયારો લાવ્યા હતા. તેમની પાસે ગ્રેનેડ અને રોકેટ લોન્ચર પણ હતા. પોલીસકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચે કેટલાક કલાકો સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો. અત્યાર સુધીમાં ચાર પોલીસકર્મીઓના મોત થયા છે અને કેટલાક ઘાયલ થયા હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. આ હુમલા બાદ આતંકીઓ ભાગવામાં સફળ થયા હતા અને તેમની શોધ ચાલી રહી છે. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી મેહમુત ખાને આ હુમલાની સખત નિંદા કરી છે. તેના વતી પોલીસને બોલાવવામાં આવી હતી અને તુરંત વિગતવાર રિપોર્ટ માંગવામાં આવ્યો હતો.