નવસારી : અડદા ગામે ભેંસો (Buffaloes) પાડોશીના ફૂલ છોડ ખાતી હોવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં સલાટ પરિવારે પાડોશી (Neighbor) આધેડને માર મારતા મામલો નવસારી (Navsari) ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.મળતી માહિતી મુજબ, નવસારી તાલુકાના અડદા ગામે રોડ ફળિયામાં અમૃતભાઈ બાબુભાઈ નાયકા તેમના પરિવાર સાથે રહે છે. અમૃતભાઈના ઘરની પાસે કિરણભાઈ ચંદુભાઈ સલાટનું ઘર આવ્યું છે. જેઓ પશુપાલનનો વ્યવસાય કરતા હોવાથી તેમની પાસે 8-10 ભેંસો રાખે છે. અમૃતભાઈએ તેમના ઘરની આગળની બાજુએ ફૂલના છોડ ઉગાડ્યા છે. તે ફૂલના છોડ ઘણી વખત કિરણભાઈની ભેંસો આવીને ખાય જાય છે.
અમારી ભેંસોને કેમ મારો છો તેમ કહી જાતી વિષયક અપશબ્દો બોલવા લાગ્યા
ગત 21મીએ કિરણભાઈ અને જયેશભાઈ ભેંસોને ચરાવી લાવી અમૃતભાઈના ઘર પાસે લાવી છોડી દીધી હતી. જેથી ભેંસો અમૃતભાઈના ઘરના ફૂલ છોડો ખાવા લાગી હતી. જેથી અમૃતભાઈ ભેંસોને હાંકવા જતા કિરણભાઈ અને જયેશભાઈ ઉશ્કેરાઈ જઈ અમારી ભેંસોને કેમ મારો છો તેમ કહી જાતી વિષયક અપશબ્દો બોલવા લાગ્યા હતા. ત્યારે ચંદુભાઈની પત્ની શાંતીબેન અને દીકરી જ્યોત્સનાબેન દોડી આવી અપશબ્દો બોલતા અમૃતભાઈ અને તેમની પત્નીએ કેમ ગાળો બોલો છો તેમ પૂછતા કિરણભાઈએ અમૃતભાઈને લાકડીથી ફટકા માર્યા તેમજ શાંતીબેન અને જયોત્સનાબેને અમૃતભાઈનો હાથ પકડી લીધો હતો. જેથી જયેશભાઈએ અમૃતભાઈના મોઢામાં તેના બંને હાથના આંગળા નાંખી ગાલના અંદરના ભાગે નખ મારી ગલોફા ચીરી નાંખી ઈજા કરી હતી. ત્યારે અમૃતભાઈની પત્ની વચ્ચે પડી તેઓને છોડાવ્યા હતા.
પરંતુ જતા-જતા જાનથી મારી નાંખવાની આપી ગયા હતા. આ બનાવ અંગે અમૃતભાઈના પુત્ર દિવ્યેશે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે કિરણભાઈ, જયેશભાઈ, શાંતીબેન અને જ્યોત્સનાબેન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ મદદનીશ પોલીસ કમિશ્નર આર.ડી. ફળદુએ હાથ ધરી છે.
‘તમે ગેરકાયદે ભેંસ લઇ જાવ છો’ કહી રૂ. 1 લાખની માંગણી કરનાર ત્રણ સામે FIR
નવસારીથી ભેંસ ભરીને સુરતના છાપરાભાઠા ગામે લઈ જતા ટેમ્પોચાલકને ગણેશ-સીસોદ્રા ઓવરબ્રિજ પાસે બાઇક લઈને આવેલા એક યુવાને ગેરકાયદે નાણાં માંગ્યા હતા. નાણાં બાબતે પતાવટ કરવા જતાં તે નહીં આપતા સુરતના ચાલક અને એક યુવાનનું અપહરણ કરી માર મારીને 1 લાખની ખંડણી માંગી હતી. જેને લઈ 50 હજારમાં પતાવટ કરી, જેના ભાગરૂપે 19800 યુપીઆઈ દ્વારા એક યુવાનના ખાતામાં જમા કરાવ્યા હતા બાદમાં ચાલક સહિત બેને છોડવામાં આવ્યા હતા. ચાલકે 3 યુવાન સામે અપહરણ અને ખંડણી માગી હોવાની ફરિયાદ ગ્રામ્ય પોલીસમાં નોંધાવી હતી. જેમાં હજુ કોઇ આરોપીની અટક ન કરી હોવાનું પીઆઇ ડી.કે.પટેલે જણાવ્યું હતું.