નવી દિલ્હી (New Delhi): દેશ સહિત વિશ્વભરમાં આમ તો કોરોનાનું (Corona Pandemic) જોર ઓછું થયુ છે. પણ કોરોનાના નવા તાણથી (New Variant/ Strain of Corona) હજી પણ સંકટ તો મંડરાઇ જ રહ્યુ છે. કોરોનાની મહામારીથી અસરગ્રસ્ત થયાને હવે એક વર્ષ થયુ છે. એવામાં ભારત એક એવા દેશ તરીકે ઉભરીને આવ્યો છે. જેણે કોરોના મહામારીનો જે રીતે સામનો કર્યો છે, તે બધા દેશો માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ સાબિત થયુ છે. કોરોના રસીની (Corona Vaccine) વાત કરીએ તો તેમાંય ભારતની રસી ખૂબ અસરકારક સાબિત થઇ છે.
એવામાં સમાચાર આવ્યા છે કે યોગગુરૂ બાબા રામદેવની (Baba Ramdev) કંપની પતંજલિએ (Patanjali) કોરોનાની નવી દવા બનાવી છે. પતંજલિનો દાવો છે કે નવી દવા યોગ્ય પરીક્ષણો પછી બનાવવામાં આવી છે. નવી દવાના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન (Dr. Harsh Vardhan) અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી (Nitin Gadkari) પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન બાબા રામદેવે કહ્યું કે ભારત સ્વાસ્થ્ય ક્ષેત્રે સ્વનિર્ભર અને વૈશ્વિક નેતા બની રહ્યું છે, અમે યોગ અને આયુર્વેદને (Ayurved) વૈજ્ઞાનિક ઓળખપત્રો સાથે સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પતંજલિએ અત્યાર સુધીમાં સેંકડો સંશોધન પત્રો પ્રકાશિત કર્યા છે, અમે યોગ ક્રિયાઓ કરી છે. વૈજ્ઞાનિક તથ્યો સાથે વિશ્વની સામે આ દવા પ્રસ્તુત કરીએ છીએ.
બાબા રામદેવે કહ્યું, ‘જ્યારે અમે કોરોનિલ દ્વારા લાખો લોકોને જીવન આપવાનું કામ કર્યું, ત્યારે ઘણા લોકોએ પ્રશ્નો કર્યા હતા, કેટલાક લોકોના મગજમાં એવી ધારણા હોય છે કે સંશોધન ફક્ત વિદેશમાં જ થઈ શકે છે, ખાસ કરીને આયુર્વેદ પર સંશોધનથી અનેક પ્રકારની શંકાઓ થાય છે, હવે અમે કોરોનિલથી લઈને વિવિધ રોગો સુધી સંશોધન કર્યું છે, શંકાના બધા વાદળો હટી ગયા છે.’.
ડો.હર્ષ વર્ધને ચિકિત્સાની આયુર્વેદ પદ્ધતિની પ્રશંસા કરતાં કહ્યું કે કોરોના યુગમાં આયુર્વેદ પદ્ધતિની માન્યતા વધી છે, કોરોના પહેલા દર વર્ષે આયુર્વેદ બજારમાં 15% વૃદ્ધિ થતી હતી, પરંતુ કોરોના પછી તે 50 થી 90% થઇ છે. ભારત આયુર્વેદ પર વિશ્વના લોકોની આસ્થા વધારી રહ્યું છે. અગાઉ, પતંજલિએ 23 જૂન 2020 ના રોજ કોરોના માટે કોરોનિલ દવા બહાર પાડી હતી, જેમાં તેણે 7 દિવસમાં કોરોનાની સારવાર કરવાનો દાવો કર્યો હતો. જો કે, આ દવા શરૂ થતાં જ વિવાદમાં આવી ગઈ હતી.