Gujarat

B-20 ઇન્ડિયા ઇન્સેપ્શનના ત્રીજા દિવસે ડેલિગેટ્સે ગીફ્ટ સિટીની મુલાકાત લીધી

ગાંધીનગર : ગાંધીનગર (Gandhinagar) ખાતે જી૨૦ અંતર્ગત આયોજિત બી-૨૦ ઇન્ડિયા ઇન્સેપ્શન મીટિંગના અંતિમ દિવસે દેશ-વિદેશથી પધારેલા ડેલીગેટ્સે વૈશ્વિક ફાયનાન્સિયલ અને આઈટી સર્વિસ હબ તરીકે વિકસી રહેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ ટેક સિટી- ગીફ્ટ સિટીની મુલાકાત લીધી હતી.

સૌપ્રથમ ગીફ્ટ હાઉસ ખાતે ડેલીગેટ્સને ગીફ્ટ સિટીનો કોન્સેપ્ટ શું છે? કેવી રીતે કામ કરે છે? તેની વિશેષતા શું છે? તે અંગે અંગે જનરલ મેનેજર નિસર્ગ આચાર્ય દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ડેલીગેટ્સે ગીફ્ટ સિટી અંગેની એક ફિલ્મનું પણ નિદર્શન કર્યું હતું.

બાદમાં ડેલીગેટ્સે ગીફ્ટ સિટીના અદ્યતન અને વર્લ્ડ-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે ઓટોમેટેડ વેસ્ટ કલેક્શન પ્લાન્ટ, ડિસ્ટ્રિક્ટ કૂલિંગ સિસ્ટમ અને યુટીલિટી ટનલની પણ મુલાકાત લીધી હતી. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગીફ્ટ સિટીમાં સિંગલ વિન્ડો સિસ્ટમથી આપવામાં આવતી બિઝનેસ ફ્રેન્ડલી સેવાઓ અને ગીફ્ટ સિટીના વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ડેલીગેટ્સ ખૂબ જ પ્રભાવિત થયા હતા, અને ખૂબ જ રસ દાખવીને વિવિધ માહિતી પણ મેળવી હતી.

Most Popular

To Top