આપણે સામાન્ય પ્રજા અનિષ્ટો સામે ઝૂકી રહ્યાં છીએ. કાયદા કાનૂનની અજ્ઞાનતા આપણે એકલા છીએ, કોઇનો સાથ નથી, અસંગઠિત છીએ. પાંચ આંગળીઓના મુષ્ઠીપ્રહારનો કદી ઉપયોગ કર્યો નથી, મુષ્ઠીપ્રહારનો મતલબ આપણા જેવા જ હેરાનગતિનો ભોગ બનનાર, સમદુ:ખિયાઓને સાથ આપો.
સંગઠનમાં ઘણી જ તાકાત છે. સંગઠનમાં સત્ય અને અહિંસા ભળે ત્યારે એટમ બોમ્બની તાકાત સર્જાય. ગુનાહિત સાંસદોનું ભોંય પર પછાડવાના એક જ માર્ગ રાઇટ ટુ રીકોલનો કાનૂન લાવો. આવા ગુનાહિત સાંસદોને કારણે જ મની અને મસલ પાવર ફાલ્યો છે. લોકશાહી લોકો વડે ચૂંટાય છે. ગુનાહિત સાંસદોને મની મસલ પાવરના ડરથી નાહિંમત પ્રજા વોટ આપે છે. આપણે જાતે જ અજ્ઞાનવશ ગુલામી સ્વીકારી લીધી છે. ઊઠો, જાગો અને નૈતિક હિંમતને એકઠી કરો નહિ તો પાછા ગુલામ થવાને તૈયાર રહો.
સુરત – અનિલ શાહ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.